એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું
એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ.આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ને માર્ગદર્શન આપવામાં આવ્યું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ.આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ને માર્ગદર્શન આપવામાં આવ્યું. પોતાના વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના ગામના લોકો સુધી પહોચે તે બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી, શિક્ષણમંત્રી કુબેર ડીંડોરજી , પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરીજી, વિધાનસભા દંડક વિજયભાઈ પટેલ, રમતગમત સેલ પ્રદેશ સંયોજક ભૂપતસિંહ વસાવા, પૂર્વ આદિજાતિ મંત્રી નરેશ પટેલ, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત રાજ્યભર માંથી એક હજારથી વધારે કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.
સરકારના લાભો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોચાડવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્ત્વ હેઠળ પ્રદેશ આદિજાતિ મોરચાનું આયોજન કરવામાં આવ્યું. નર્મદા પ્રભારી હર્ષદભાઈ ચૌધરીનું માર્ગદર્શન મળ્યું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.