રિઝર્વ બેંકની 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સ્તરે પ્રશ્નોત્તરી હરિફાઈ અમદાવાદમાં યોજાશે
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંક આ વર્ષે પોતાની 90મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. RBI@90 અંતર્ગત આખા વર્ષ દરમિયાન ચાલી રહેલા ઉત્સવના સમારંભનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા 1 એપ્રિલ, 2024નાં રોજ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરવા માટે દેશભરમાં RBI દ્વારા વિભિન્ન કાર્યક્રમોની એક શ્રેણી આયોજિત કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સ્તરે રાઉન્ડ માટે ટીમોને શોર્ટલિસ્ટ કરવા માટે 19થી 21 સપ્ટેમ્બર, 2024 દરમિયાન દેશભરમાં ક્વિઝનું એક ઓનલાઈન રાઉન્ડ આયોજિત કરાઈ હતી. જેમાં દેશભરની વિભિન્ન કોલેજોના કુલ 1,58,206 છાત્રોએ ભાગ લીધો હતો.
આ સંબંધમાં ઓનલાઈન રાઉન્ડમાં તેમના પ્રદર્શનના આધારે, ગુજરાત રાજ્ય, દાદરા અને નગરહવેલી તેમજ દમણ અને દીવ, કેન્દ્ર શાસિત પ્રદેશની ટોચની 90 ટીમોની રાજ્ય સ્તરીય રાઉન્ડમાં ભાગ લેવા માટે પસંદ કરાઈ છે. પ્રશ્નોત્તરીની રાજ્ય સ્તરીય હરિફાઈ 19 નવેમ્બર, 2024નાં રોજ સવારે 11.15 કલાકે હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજાશે જેમાં બપોરે 1.30 કલાકે પુરસ્કાર વિતરણ સમારંભ યોજાશે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.