જીટીયુ SAST દ્વારા બાયોટેક્નોલોજી વિષય ઉપર ત્રિ-દિવસીય નેશનલ વર્કશોપ યોજાયો
વિવિધ રાજ્યોના 35થી વધુ વિદ્યાર્થીઓએ વર્કશોપમાં ભાગ લઈને DNA , RTPCR , RNA અને બાયો ઈન્ફોર્મેટીક્સનું જ્ઞાન મેળવ્યુ, ફોરેન્સિક સાયન્સ , મેડિકલ અને બાયો ઈન્ફોર્મેટીક્સ આ તમામ ક્ષેત્રે બાયોટેક્નોલોજી વર્તમાન સમયની જરૂરીયાત છે. આ પ્રકારના વર્કશોપથી વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ટેક્નોલોજીથી સતત અવગત રહે છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) વિવિધ પીજી સ્કૂલ દ્વારા સમયાંતરે ઔદ્યોગીક માંગ આધારીત વિષયો પર વિવિધ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ જીટીયુ સંચાલિત સ્કૂલ ઑફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (SAST) દ્વારા બાયોટેકનોલોજી વિષય પર ત્રિ- દિવસીય નેશનલ લેવલના વર્કશોપનું આયોજન કર્યું હતું.
જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , ફોરેન્સિક સાયન્સ , મેડિકલ અને બાયો ઈન્ફોર્મેટીક્સ આ તમામ ક્ષેત્રે બાયોટેક્નોલોજી વર્તમાન સમયની જરૂરીયાત છે. આ પ્રકારના વર્કશોપથી વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત આ ટેક્નોલોજીથી સતત અવગત રહે છે. વર્કશોપના સફળ આયોજન બદલ જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન. ખેરે જીટીયુ SASTના ડાયરેક્ટર ડૉ. વૈભવ ભટ્ટ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોની કૉલેજ અને યુનિવર્સિટીના 35થી વધુ વિદ્યાર્થીઓએ વર્કશોપમાં ભાગ લિધો હતો. આ દરમિયાન ડી.એન.એ. , પી.સી.આર , આર.એન.એ. અને આર.ટી.પી.સી.આર. તેમજ બાયો ઇન્ફર્મેટીક્સની પ્રારંભીક તાલીમ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ અને ટેક્નોલોજીના અધ્યાપકો દ્વારા મેળવી હતી.
ફોરેન્સિક સાયન્સ તેમજ વિવિધ રોગના નિવારણ માટે બનાવવામાં આવતી દવાઓના ડ્રગ્સની બેક્ટેરીયા પર થતી અસર બાબતે પણ વિદ્યાર્થીઓએ તાલીમ મેળવી હતી. બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, બાયો કેમિસ્ટ્રી, બોટની અને બાયોલોજીકલ સાયન્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વર્કશોપ થકી બાયોટેક્નોલોજીકલ ક્ષેત્રે પ્રાથમિક અને ઉચ્ચતર સંશોધન સહિત ઔદ્યોગિક તેમજ એકેડેમિક કારકિર્દી બનાવવા માટે પણ મદદરૂપ થશે
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.