નર્મદા જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં કુલ ૨૬૫૦ કેસોનો સુખદ નિકાલ કરાયો
મુખ્ય જિલ્લા ન્યાયાધિશ એન.આર.જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયાલય નર્મદા સહિત તમામ અદાલતો માં નેશલન લોક અદાલતમાં રજૂ થયેલા કેસોનો સુખદ નિકાલ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ગત તારીખ ૯મી સપ્ટેમ્બર ૨૦૨૩, શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાઓની કોર્ટો દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે જિલ્લા કાનૂની સેવા સત્તા, મંડળ, નર્મદાના ચેરમેન અને મુખ્ય જિલ્લાના ન્યાયાધિશ એન.આર.જોષીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં MACP કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ (એન.આઇ) એક્ટ કલમ-૧૩૮ના કેસો, લગ્ન તકરારો સંબંધી ફેમીલી કેસો, દીવાની દાવા જેવા કે જમીનના દાવા તથા બેંકના દાવાના કેસો અને વિજળી તથા પાણીના કેસો તેમજ હજી સુધી અદાલતમાં દાખલ ના થયા હોય તેવા પ્રિ-લીટીગેશનના કેસો સહિતના સમાધાન માટે રાખવામાં આવેલ કેસો પૈકી કુલ-૨૬૫૦ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવેલ છે.
આ લોક અદાલતના સફળતાપૂર્વક નિકાલ પૈકીના મોટર અકસ્માતને લગતા વળતરના કેસોમાં કુલ-૨૨ કેસોનો સુખદ નિકાલ કરી રૂા.૧,૭૬,૨૫,૦૦૦/-, એન.આઇ એક્ટ કલમ-૧૩૮ ના કુલ-૭૯ કેસોનો સુખદ નિકાલ કરી રૂા.૮૯,૩૫,૪૦૮/- તથા નાણાકીય વસૂલાતના કુલ-૨૮ કેસોનો સુખદ નિકાલ કરી રૂા.૧,૨૦,૨૩,૧૨૫/-ની રકમના કેસોનુ પતાવટ કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સબંધી તકરારના કેસો, દીવાની દાવા જેવા કે જમીન તથા બેંક વગેરેના કેસો તથા હજી સુધી અદાલતમાં દાખલ ના થયા હોય તેવા બેંક તથા ડી.જી.વી.સી.એલ. ના પ્રિ-લીટીગેશનના કેસો મળીને કુલ-૨૬૫૦ જેટલા કેસોમાં સુખદ સમાધાન થયું છે.
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."
"વડોદરાના સાંઢાસાલ ગામે યુવકની હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાની ચોંકાવનારી ઘટના! પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી. વધુ વિગતો જાણો."
"ગુજરાત પોલીસે 4500 અસામાજિક તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી કરી, 2000ને તડીપાર કર્યા. સાયબર ક્રાઇમ, ગેરકાયદેસર બાંધકામ અને ગુનાખોરી સામે કડક પગલાં. તાજા સમાચાર જાણો."