વ્હાલી દિકરી યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫,૦૦૧ લાભાર્થીઓને મંજુરી હુકમ અપાયા
આણંદના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર દ્વારા અમલી વ્હાલી દિકરી યોજના તા.૦૨/૦૮/૨૦૧૯થી કાર્યરત છે. આ યોજના અંતર્ગત લાભાર્થી દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૪,૦૦૦/-, નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૩,૦૦૦/- અને દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂ.૧,૦૦,૦૦૦/-ની મળી ત્રણ તબક્કામાં કુલ રૂ.૧,૧૦,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.
આણંદના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર દ્વારા અમલી વ્હાલી દિકરી યોજના તા.૦૨/૦૮/૨૦૧૯થી કાર્યરત છે. આ યોજના અંતર્ગત લાભાર્થી દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૪,૦૦૦/-, નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૩,૦૦૦/- અને દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂ.૧,૦૦,૦૦૦/-ની મળી ત્રણ તબક્કામાં કુલ રૂ.૧,૧૦,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.
આ યોજના અંતર્ગત લાભાર્થીની અરજી મંજુર થયા બાદ સહાયના હુકમનું વિતરણ કરવામાં આવે છે, જે અન્વયે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫,૦૦૧ લાભાર્થીઓને મંજુરી હુકમ આપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત સહાયના હુકમના આધારે જ લાભાર્થીને યોજનાની સંપુર્ણ સહાય મળવાપાત્ર થાય છે, માટે આ મંજુરી હુકમ સાચા લાભાર્થીને જ મળી રહે તે માટે તેની ઓળખ પ્રસ્થાપિત થવી જરૂરી હોય, આ માટે વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત થાય અને મંજુરી હુકમ અન્ય ત્રાહિત પક્ષકાર વ્યક્તિ મેળવી તેનો દુરઉપયોગ ન કરે તે હેતુથી મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મંજુરી હુકમ મેળવનાર લાભાર્થી/વ્યક્તિના આધારકાર્ડની નકલ લેવામાં આવે છે.
આ સિવાય જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ મળી રહે તે માટે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત જિલ્લામાં નવ વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્રને સર્વિસ પ્રોવાઈડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તથા બે પી.બી.એસ.સી.સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) મહિલાઓની સહાયતા માટે કાર્યરત છે. કચેરી દ્વારા સદર કેન્દ્રો પૈકી અરજદારોના રહેણાંક વિસ્તારની આસપાસ હોય તેવા કેન્દ્ર પર અરજી તબદીલ કરવામાં આવે છે, જેથી અરજદારોને અનુકુળતા રહે. આ ઉપરાંત કાઉન્સેલિંગ દ્વારા મહિલાની સમસ્યા કે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે છે, જો મહિલાની સમસ્યાનું નિરાકરણ ન આવે તો કોર્ટમાં નિયમોનુસાર અરજદારની અરજી અન્વયે સર્વિસ પ્રોવાઈડર દ્વારા ડી.આઈ.આર. રજુ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
આણંદ, ગુરૂવાર :: સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૧૨, ૧૩ અને ૧૪ જૂન ૨૦૨૩ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિના પ્રમુખશ્રી અને કલેક્ટર શ્રી ડી.એસ ગઢવીના માર્ગદર્શન નીચે જિલ્લા પંચાયત હસ્તકની ૯૯૨ પ્રાથમિક શાળાઓ ખાતે અને નગરપાલિકા હસ્તકની ૨૬ પ્રાથમિક શાળા મળીને કુલ ૨૦૧૮ પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મુજબ જિલ્લામાં કુલ ૧૦૭ રૂટ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે નક્કી કરવામાં આવ્યા છે. ધોરણ ૧ માં ભૂલકાઓનું નામાંકન કરાવવાનું છે, તે મુજબ આણંદ તાલુકામાં ૭૪૬ બાળકો, ઉમરેઠમાં ૭૯, બોરસદમાં ૧૩૯, આંકલાવમાં ૧૩૫, પેટલાદમાં ૧૪૩, સોજીત્રામાં ૪૫, ખંભાતમાં ૮૫ અને તારાપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ૩૧ ભૂલકાઓનું ધોરણ-૧ માં નામાંકન કરાવવામાં આવનાર છે. આમ સમગ્ર જિલ્લામાં ધોરણ-૧ માં ૧,૪૦૩ બાળકોનું નામાંકન થશે.
આંગણવાડીમાં જે ભૂલકાઓને આવકારવાના છે, તેમાં આણંદ તાલુકામાં ૫૮૩, ઉમરેઠ તાલુકામાં ૧,૨૮૩, બોરસદ તાલુકામાં ૧,૧૧૪, આંકલાવ તાલુકામાં ૧,૨૦૫, પેટલાદ તાલુકામાં ૧,૧૪૮, સોજીત્રા તાલુકામાં ૩૧૩, ખંભાત તાલુકામાં ૮૮૦ અને તારાપુર તાલુકામાં ૩૯૮ મળીને કુલ -૬,૯૨૪ ભૂલકાઓનું આંગણવાડીમાં નામાંકન થશે.
સમગ્ર આણંદ જિલ્લામાં બાલવાટિકાના બાળકોની વાત કરીએ તો, આણંદ તાલુકામાં ૩,૭૨૪, ઉમરેઠ તાલુકામાં ૧,૯૮૭, બોરસદ તાલુકામાં ૩,૮૩૨, આંકલાવ તાલુકામાં ૧,૮૨૪, પેટલાદ તાલુકામાં ૨,૬૨૦, સોજીત્રા તાલુકામાં ૧,૧૫૯, ખંભાત તાલુકામાં ૨,૨૪૯, અને તારાપુર તાલુકામાં ૮૧૮ ભૂલકાઓ મળીને કુલ- ૧૮,૨૧૩ ભૂલકાંઓને બાલવાટિકામાં આવકારવામાં આવશે.
આમ સમગ્ર આણંદ જિલ્લામાં ૨૬૫૪૦ બાળકોનું નામાંકન કરાવવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કલેકટર શ્રી ડી.એસ. ગઢવી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું કોઈ પણ બાળક કે જે પ્રવેશપાત્ર છે તે શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ અને તેમની ટીમ કામ કરી રહી છે.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ આગામી ૧૩ તારીખ સુધી જિલ્લામાં ભારે પવન અને વરસાદની શક્યતાઓ રહેલી હોઈ તમામ અધિકારીઓને સાવચેત રહેવા, હેડકવાટર ન છોડવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ ન પડે તે જોવા તાકીદ કરી હતી.
કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જોખમી વૃક્ષો તેમજ નમી ગયેલા વૃક્ષોની ડાળીઓ ઉતારી લેવા સૂચના આપી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ના ભરાય તે માટે કાંસની વ્યવસ્થિત સફાઈ કરવા ઉપરાંત લોકો આપત્તિના સમયે ઘર બહાર ના નિકળે, વૃક્ષો નીચે કે વીજળીના થાંભલાની આસપાસ ના ઉભા રહે તે જોવાનું સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું.
કલેક્ટરશ્રીએ આપત્તિ સમયે માનવ જીવનને નુકસાન ન થાય અને જો કોઈ નુકસાન થાય તો તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાયની રકમ ચૂકવવા સુચના આપીને ખંભાત અને તારાપુર તાલુકાના દરિયા કિનારાના ગામો તેમજ બોરસદ અને આંકલાવના નદી કાંઠાના ગામોમાં ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવિણ કુમાર, પ્રાંત અધિકારીશ્રી, નાયબ કલેકટરશ્રી, મામલતદારશ્રી, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી તેમજ એમ.જી.વી.સી.એલના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તાલુકા કક્ષાએથી પ્રાંત અધિકારીશ્રીઓ-મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ટ્રાફિકની ભીડ એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે,
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત અનાજ પહોંચે તે સુનિશ્ચિત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી પહેલને ચાલુ રાખે છે.
ગુજરાતમાં ઠંડીનું વાતાવરણ ધીમે ધીમે તીવ્ર બન્યું છે, ઠંડા પવનોને કારણે ઘણા વિસ્તારોમાં લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે.