નડિયાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટ જોવા આવેલા પ્રવાસીનો રેલવે સ્ટેશનથી મોબાઇલ ચોરી થતા ફરિયાદ
ર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાખો પ્રવાસીઓ માટે એક મનગમતું પ્રવાસન સ્થળ છે અહીંયા લાખો લોકો રજાના દિવસોમાં આવે છે પરંતુ ક્યારેક આ તરફ ચોરીની ઘટના બનતી હોય હાલમાં સ્ટેચ્યુ જોવા આવેલાં એક પ્રવાસી પરિવાર નો મોબાઈલ કોઈ ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાખો પ્રવાસીઓ માટે એક મનગમતું પ્રવાસન સ્થળ છે અહીંયા લાખો લોકો રજાના દિવસોમાં આવે છે પરંતુ ક્યારેક આ તરફ ચોરી ની ઘટના બનતી હોય હાલમાં સ્ટેચ્યુ જોવા આવેલાં એક પ્રવાસી પરિવાર નો મોબાઈલ કોઈ ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
.જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર તા-૧૩/૦૮/૨૦૨૩ ના રોજ નડિયાદ થી આવેલા પત્નિ તથા મિત્ર સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટિ ખાતે ફરવા માટે આવેલ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટિ ફરીને પરત એકતાનગર રેલ્વે સ્ટેશન ખાતે આવતા પત્નિ પોતાના બાળકને દુધ પીવડાવી રહ્યા હતા તે વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમ તેમનો README કંપનીનો મોબાઇલ જેની કી.રૂ.૫૦૦૦/- હોય તે ચોરી કરી લઇ જતા પતિ અમિતભાઈ ત્રિલોકસિંઘ ડાંગવાલ,રહે નડીયાદ, જી.ખેડા નાઓએ કેવડીયા પોલીસ માં જાણ કરતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોર ની તપાસ હાથ ધરી છે.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
રાજસ્થાનના બે મહિનાના શિશુએ અમદાવાદ, ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, જે રાજ્યનો પ્રથમ નોંધાયેલ કેસ છે. સરવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ બાળક સારવાર હેઠળ છે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.