વડોદરામાં વિધાનસભા મતવિભાગના માસ્ટર ટ્રેનર માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ વડોદરામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વિધાનસભાના કર્મયોગીઓને તાલીમ આપવા માટે એસી લેવલ માસ્ટર ટ્રેનર્સ તાલીમનું શહેરના સરદાર પટેલ સભાગૃહ, નેશનલ એકેડેમી ઓફ ઇન્ડીયન રેલવે, લાલબાગ, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા : આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ વડોદરા જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વિધાનસભાના કર્મયોગીઓને તાલીમ આપવા માટે એસી લેવલ માસ્ટર ટ્રેનર્સ તાલીમનું શહેરના સરદાર પટેલ સભાગૃહ, નેશનલ એકેડેમી ઓફ ઇન્ડીયન રેલવે, લાલબાગ, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિધાનસભા મતવિભાગના માસ્ટર ટ્રેનરને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી બી. એ.શાહના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંક અને તાલીમના નોડલ અધિકારી અને અધિક કલેક્ટરશ્રી મેહુલ પંડ્યા દ્વારા વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મયોગીઓને વિવિધ તબક્કાઓમાં તાલીમ આપવામાં આવી રહી છે.
શ્રી બી. એ. શાહે આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારી-કર્મીઓ પોતાને સોંપવામાં આવેલી જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરી ક્ષતિરહિત કામગીરી કરે, તેવો અનુરોધ કરી જરૂરી પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વડોદરા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વડોદરા જિલ્લામાં નિયુક્ત વિધાનસભા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ દ્વારા જિલ્લા કક્ષાએ ચૂંટણી પ્રકિયા સાથે સંકળાયેલા વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ જેવા કે સેક્ટર અધિકારી, પ્રિસાઈડીંગ અધિકારી, મતદાન સ્ટાફ, માઇક્રો નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક ટીમને તાલીમ આપવાના ભાગરૂપે તમામ વિધાનસભા કક્ષાના માસ્ટર ટ્રેનર્સને જિલ્લામાં નિયુક્ત થયેલા રાજ્ય કક્ષાના માસ્ટર ટ્રેનર્સ અને પ્રાંત અધિકારીશ્રી હિતેશ જોશી, જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ અને નાયબ ક્લેકટરશ્રી વી. કે સાંબડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંક, મામલતદારશ્રી જે.જે.પટેલ દ્વારા ઈ. વી. એમ. ને લગતી પ્રેક્ટિકલ માહિતી, પોસ્ટલ બેલેટની કામગીરી, પ્રિસાઈડીગની ફરજ વગેરે જેવા વિષયોને આવરી લઈને તાલીમ આપવામાં આવી હતી.
તાલીમના નોડલ અધિકારી અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરીના અધિક કલેકટર શ્રી મેહુલ પંડ્યાએ વિવિધ ચૂંટણીલક્ષી કામગીરીની ઝીણવટભરી માહિતી સાથે ચૂંટણીને લગતી તમામ પ્રક્રિયાની જાણકારી આપી હતી. આ તાલીમમાં માસ્ટર ટ્રેનરોની સાથે ચૂંટણી સાથે સંકળાયેલ તમામ કર્મીઓ હાજર રહ્યા હતા.
ભાવનગરના મહુવામાં વિદ્યાર્થીઓ માટેની સાયકલ જર્જરિત હાલતમાં મળી આવતા વિવાદ સર્જાયો છે. સરકારી સહાયતા કાર્યક્રમ હેઠળ શાળાની વિદ્યાર્થિનીઓ માટે બનાવાયેલ આ સાયકલો કુમાર છાત્રાલયમાં એક વર્ષથી બિનઉપયોગી પડી છે,
અમરેલીની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ અમરેલી બસ સ્ટેન્ડ પર પોલીસ અધિકારીનો ઢોંગ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ધારકો પર બિનજરૂરી હાર્ટ સર્જરીના ચોંકાવનારા ઘટસ્ફોટ પછી, ગુજરાત સરકારે આકરા પગલાં લીધા છે,