આર્ટસ કોલેજ લીમખેડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે અગ્નિવીર તરીકે પસંદગી પામેલા કોલેજના છ એનસીસી કેડેટ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ અને તેનું જતન કરવાની જરૂરિયાત વિશે વક્તવ્ય આપ્યું હતું.
દિપક રાવલ દાહોદ: લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ કોલેજ લીમખેડા ખાતે કોલેજના એન. સી. સી., એન.એસ. એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ', 'મેરી મીટ્ટી મેરા દેશ' અને 'પંચ પ્રકલ્પ'અંતર્ગત રેન્જ ફોરેસ્ટ ઓફિસ લીમખેડાના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના પ્રથમ ચરણમાં કોલેજના સભાખંડમાં કોલેજના એન.સી.સી.ના અગ્નિવીર તરીકે પસંદગી પામેલ 6(છ) કેડેટ્સને કોલેજ પરિવાર વતી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે કોલેજ સંચાલક મંડળના પ્રમુખશ્રી ધનાભાઈ ભરવાડ, મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ, રેન્જ ઓફિસર લીમખેડા શ્રીમતી સુરેખાબેન નીનામા, સભ્યશ્રી ડાહ્યાભાઈ ભરવાડ,ઇન્ચાર્જ પ્રિ. જેન્તીભાઈ પરમાર, કોલેજના અધ્યાપકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો એ વૃક્ષોનું માનવ જીવનમાં મહત્વ તેનું જતન, વૃક્ષારોપણ વગેરે વિષય પર પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન કોલેજના એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર કમલેશ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.