ગાંધીધામના ઈન્ટીગ્રેટેડ રનિંગ રૂમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પશ્ચિમ રેલવેના ગાંધીધામ ખાતે ઈન્ટીગ્રેટેડ રનિંગ રૂમ સંકુલમાં કચ્છી કલા વિકાસ ટ્રસ્ટના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા 2000 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના ગાંધીધામ ખાતે ઈન્ટીગ્રેટેડ રનિંગ રૂમ સંકુલમાં કચ્છી કલા વિકાસ ટ્રસ્ટના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા 2000 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનું રેલ્વે પરિસરમાં વિવિધ સ્થળોએ વાવેતર કરવામાં આવ્યું હતું. આ છોડ પર્યાવરણને લીલુંછમ રાખવામાં મદદરૂપ સાબિત થશે. કચ્છી કલા વિકાસ ટ્રસ્ટ દ્વારા 5 જૂનથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત એક લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પ્રસંગે વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી જીતેન્દ્રકુમાર જયંત, સહાયક મંડળ મિકેનિકલ એન્જીનિયર શ્રી ગૌરવ સિંઘ, કચ્છી કલા વિકાસ ટ્રસ્ટના સભ્યો અને પ્રેસ મીડિયાના સભ્યોએ વૃક્ષારોપણ કર્યું હતું અને દરેકને વધુમાં વધુ વૃક્ષો વાવવા વિંનંતિ કરવામાં આવી હતી.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.