ગણપત યુનિવર્સિટીની કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ ફેકલ્ટી દ્વારા બે દિવસીય ઈન્ટરનેશનલ હાઇબ્રિડ કૉન્ફરન્સનું આયોજન
ગણપત યુનિવર્સિટીની કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ ફેકલ્ટી દ્વારા તાજેતરમાં એક ઈન્ટરનેશનલ લેવલની કૉન્ફરન્સ હાઇબ્રિડ મોડમાં યોજાઈ હતી. પાંચમી સ્પ્રિંગર ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ ઑન કૉમ્પ્યુટિંગ સાયન્સ, કૉમ્યુનિકેશન એન્ડ સિક્યોરિટી - 2024 નામની આ હાઇબ્રિડ કૉન્ફરન્સમાં વિશ્વભરમાંથી 211 નિષ્ણાતો જોડાયા હતા.
ગણપત યુનિવર્સિટીની કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ ફેકલ્ટી દ્વારા તાજેતરમાં એક ઈન્ટરનેશનલ લેવલની કૉન્ફરન્સ હાઇબ્રિડ મોડમાં યોજાઈ હતી. પાંચમી સ્પ્રિંગર ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ ઑન કૉમ્પ્યુટિંગ સાયન્સ, કૉમ્યુનિકેશન એન્ડ સિક્યોરિટી - 2024 નામની આ હાઇબ્રિડ કૉન્ફરન્સમાં વિશ્વભરમાંથી 211 નિષ્ણાતો જોડાયા હતા.
ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઈન-ચિફ અને પ્રેસિડેન્ટ પદ્દમશ્રી ગણપતભાઈ પટેલે એમના પ્રમુખીય પ્રવચનમાં જણાવ્યું હતું કે ગણપત યુનિવર્સિટી અને સ્પ્રિંગર નેચર (જર્મની) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, નેટવર્ક, કૉમ્યુનિકેશન એન્ડ સિક્યોરિટીના ક્ષેત્રે થતા અભ્યાસ-સંશોધનના પરિણામોને વહેંચવા માટે આ એક સારું પ્લેટફોર્મ બની રહેશે.
નેધરલેન્ડ અને અમેરિકામાં સ્થિત સ્માર્ટ અવતાર બી.વી.ના સ્થાપક અને સી.ઈ.ઓ. ડૉ.નીલિ પ્રસાદે એમના વક્તવ્યમાં કહયું કે આજના વિદ્યાર્થીઓ, યુવાનો, અને અભ્યાસુ સંશોધકોએ એમનું વધુ ધ્યાન રિસર્ચ ઉપર કેન્દ્રિત કરવું જોઈએ, કારણકે આજે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ - એ.આઈ. હવે જીવનના દરેકે દરેક પાસાને સ્પર્શી રહયું છે. કૉન્ફરન્સના ચિફ ગેસ્ટ ડૉ.નીલિ પ્રસાદે એમના વધુ અનુભવો વહેંચતા પેહલું પ્લેનરી સેશન લીધું જેમાં એમનો વિષય હતો -ઘી હ્યુમન-એ.આઈ.કૉલોબરેશન: નેવિગેટિંગ ઘી એથિકલ એન્ડ ડિઝિટલ પ્રાઈવસી ચૅલેંજિસ ઑફ થી ડિઝિટલ એજ. કૉન્ફરન્સના જનરલ ચેર ડૉ. સત્યેન પરીખે તમામ મેહમાનોનું સ્વાગત કર્યું અને કૉન્ફરન્સ વિષે માહિતી આપી કે COMS-2-2024માં સ્પ્રિંગર ઇકિવન ઓ.સી.એસ. ઑનલાઇન સિસ્ટેમ દ્વારા સબમિટ થયેલા 297 સંશોધન પેપર સાથે નોંધપાત્ર પ્રદાન જોવા મળ્યું.સખત પરીક્ષણ પછી 13% નો પ્રભાવશાળી પેપર-સ્વીકૃતિ ગુણોત્તર હાંસલ કરીને, મૌખિક પ્રસ્તુતિ માટે 39 ઉત્કૃષ્ટ સંશોધન-પત્રો સ્વીકારવામાં આવ્યા હતા.
કૉન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતી ત્રણ પૂર્ણ સત્રની ચર્ચાઓ યોજાઈ હતી જેમાં સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ ડિમ્ડ યુનિવર્સિટી, પૂનાના ડિરેક્ટર ડૉ.કેતન કોટેચાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સંશોધનની દિશાઓ ઉપર વક્તવ્ય આપ્યું હતું, તો બીજું વ્યાખ્યાન સી.વી.એમ. યુનિવર્સિટી,વલ્લભવિદ્યાનગરના પ્રોવોસ્ટ હિમાંશુ સોનીએ આપ્યું હતું જેનો વિષય હતો આઈ.ઓ.ટી. વિથ અલ્ટ્રાવાઇડબેન્ડ કૉમ્યુનિકેશન જીએલએસ યુનિ.ના કૉમ્પ્યુટર સાયન્સના ડીન પ્રો.ડૉ.સવિતા ગાંધી, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગરના ડૉ. જગદીશ રાઠોડ, સી.વી.એમ.યુનિ., વલ્લભવિદ્યાનગરના ડૉ. મૌલિકા પટેલ, ઈન્દ્નશીલ યુનિ.ના ડૉ. વિશ્વજીત ઠાકર, વેસ્ટઈન્ડિઝ યુનિ.ના ડૉ. રાખી, ગણપત યુનિ.ના ડૉ. દિલીપકુમાર કોઠારી અને ઈન્ડસ યુનિ.ના ડૉ.વૃષાંક શાહ કૉન્ફરન્સના વિવિધ ટેક્નિકલ સેશનના અધ્યક્ષ રહયા હતા. કૉન્ફરન્સના આયોજન અધ્યક્ષ તરીકે ગણપત યુનિ.ના પ્રો.ડૉ.નિર્ભય ચૌબેએ ઉત્તમ સેવાઓ આપી હતી.
સામાન્ય ઠંડીની શરૂઆત થયા વિના નવેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે
કોંગ્રેસના ગનીબેન ઠાકોરના રાજીનામાને પગલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે