સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મ જયંતિની અનોખી ઉજવણી
સયાજીગર્લ્સ હાઇસ્કૂલમાં પોષણ માસના અનુસંધાને ૧૫૦ છાત્રાઓએ શ્રી અન્નની ૧૫૦ વાનગી બનાવી.
વડોદરા : વડોદરાની સયાજીગર્લ્સ હાઇસ્કૂલમાં પોષણ માસના અનુસંધાને સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના મિલેટ્સ મેળો યોજાયો. સયાજીગર્લ્સ હાઇસ્કૂલના ૧૫૦ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના શ્રી અન્નની ૧૫૦ વાનગીઓ બનાવી અને તેનું નિદર્શન યોજ્યું
પોષણ માસની ઉજવણીના સંદર્ભે વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા શરૂ કરવામાં આવેલા મિલેટ્સ મેળામાં આજે વડોદરાની સયાજીગર્લ્સ હાઇસ્કૂલના છાત્રો પણ જોડાયા હતા અને મિલેટ્સની વિવિધ પ્રકારની વાનગી બનાવીને લાવ્યા હતા. જેની નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
સયાજીગર્લ્સ હાઇસ્કૂલના ૧૫૦ વિદ્યાથીઓ વિવિધ પ્રકારના શ્રી અન્નની ૧૫૦ વાનગીઓ બનાવીને લાવ્યા હતા. જેનું શાળામાં નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. શ્રી અન્નના સેવનથી મળતા પોષક તત્વોની તેની સાથે માહિતી આપવામાં આવી હતી. છાત્રોને પોતાના ઘરે પણ શ્રી અન્નનો ઉપયોગ કરવા માટે સમજુતી આપવામાં આવી હતી.
જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉ. સુધીર જોશી અને સરકારી આયુર્વેદ દવાખાનું જમનાબાઈ જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.મિન્ટુ જાદવ અને શાળાના તજજ્ઞો દ્વારા શ્રેષ્ઠ વાનગીઓ પસંદ કરવામાં આવી હતી અને તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી. મિલેટ્સ મેળો યોજવામાં શાળાના આચાર્યશ્રી માધવીબેન તથા શાળા પ્રંબંધનનો સહયોગ મળ્યો હતો.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.