GSFC Universityમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે ટીમ SVEEP વડોદરા દ્વારા જી.એસ.એફ.સી. યુનિવર્સિટીના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વડોદરા : વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાંઆવ્યું છે. જેના ભાગરૂપે ટીમ SVEEP વડોદરા દ્વારા જી.એસ.એફ.સી. યુનિવર્સિટીના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ટર્નઆઉટ ઇમ્પ્લીમેંટેશન પ્લાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ ઉપસ્થિત યુવા મતદારો સાથે મતદાન વિષયક સંવાદ સાધ્યો હતો. આ સંવાદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પહેલીવાર મતદાન કરનાર યુવા મતદારોની જિજ્ઞાસાઓના પ્રોત્સાહક જવાબ આપવા સાથે લોકશાહીના આ મહાપર્વમાં અવશ્ય મતદાન કરી લોકશાહીને સશકત અને મજબૂત બનાવવા અનુરોધ કરી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સાથે ઉપસ્થિત સર્વ મહાનુભાવો દ્વારા ૧૮મી લોકસભાની ચુંટણી અને મતદાન માટે ૧૮ વર્ષની ઉંમરના સુગમ સંયોગ સમયે મહાનુભવોએ 'ટર્નિંગ 18' નું પોસ્ટર લોન્ચ કર્યું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલ યુવા સાંસદમાં જી.એસ.એફ.સી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ યુવાનોએ આ કાર્યક્રમમાં નૈતિક ચૂંટણી, યુવા મતદારો, મહિલા મતદાર અને પ્રથમવાર મતદાન કરતા મતદારો જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. વધુમાં એમ.એસ.યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ સંવાદમાં સહભાગી થયા હતા.
SVEEP કો-ઓર્ડિનેટર અને ટીમ SVEEP દ્વારા મતદાન વિષયક લાઇવ ઇન્ટરેક્શન, પ્રેઝન્ટેશન અને ઇવીએમ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોનમાં ટોર્ચ ચાલુ કરીને પોતાની લોકશાહીના પર્વમાં નિશ્ચિત ભાગીદારી દર્શાવી હતી. વધુમાં વ્યક્તિગત રીતે મતદાન કરવા અને કરાવવા અવશ્ય મતદાન માટે યુવાનો સંકલ્પબદ્ધ થયા હતા.
ખ્યાતી હોસ્પિટલ, અમદાવાદ દ્વારા બોરીસણા, કડીનીમાં આયોજિત નિ:શુલ્ક આરોગ્ય શિબિર પછી, હૃદયની સર્જરી બાદ બે લાભાર્થીઓનું દુઃખદ અવસાન થયું.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે