મોટા સુકાઆંબામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત
દેડિયાપાડાના મોટા સુકાઆંબા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ વસાવા, પૂર્વ મંત્રી શ્રી મોતીભાઈ વસાવા, જિલ્લા-તાલુકાના અગ્રણીશ્રીઓ, પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનોએ માહિતી શોર્ટફિલ્મના માધ્યમથી નિહાળી હતી.
રાજપીપલા : દેડિયાપાડાના મોટા સુકાઆંબા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ વસાવા, પૂર્વ મંત્રી શ્રી મોતીભાઈ વસાવા, જિલ્લા-તાલુકાના અગ્રણીશ્રીઓ, પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંદેશા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી શોર્ટફિલ્મના માધ્યમથી નિહાળી હતી.
આ વેળાએ ગ્રામજનોએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટેની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરાંત, યોજનાકીય લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ યોજનાકીય લાભથી પોતાના જીવનમાં આવેલા બદલાવ અંગે સભામંડપમાં બેઠેલા સૌ ગ્રામજનોને અનુભવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે યોજનાકીય લાભાર્થીઓને સભામંડપમાં જ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં ગ્રામજનોએ આઈસીડીએસ અને આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરાયેલા વિનામુલ્યે સ્ટોલ્સનો લાભ લીધો હતો.
ગુજરાતમાં, બે અલગ-અલગ ઘટનાઓએ સાયબર ગુનેગારો દ્વારા IPS ઓફિસર અને CBI એજન્ટ તરીકે ઓળખાતા ડિજિટલ ગેરવસૂલીના વધતા જતા વલણનો પર્દાફાશ કર્યો છે
ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ માટે એક મોટા રિનોવેશન અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, 15 નવેમ્બરના રોજ જનજાતિ ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે, તે આદિવાસી નાયક અને ક્રાંતિકારી તરીકે તેમના વારસાને સન્માનિત કરશે