AACA દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને AGMનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો.
અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો. તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખુબજ સુંદર ગીફ્ટસ હેમ્પરનું વિતરણ કરવામાં આવ્યું.
વધુમાં સંસ્થાના મંત્રીશ્રી પ્રદિપભાઈ મહેતાએ જણાવેલ કે AACA નો વર્ષ 2023નો સીનીયર મેમ્બર લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સંસ્થાનાં સિનિયર મેમ્બર શ્રી અશોકભાઈ સોનીને એનાયત કરવામાં આવ્યો.
શાલ ઓઢાળી કારોબારી સભ્ય શ્રી સંદિપભાઈ શાહે તથા મોમેન્ટો આપી પ્રમુખશ્રી સમીરભાઈ શાહે તેઓનું સન્માન કરેલ. આ સાથે AACAની 32મી વાર્ષિક સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મીડીયા જગતની અગ્રણી AACA સંસ્થા બીઝનેશ સંબંધિત કાર્યક્રમોની સાથે સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.