આપ સાંસદ ડૉ. સંદીપ પાઠકજી એ વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી
અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરના લોકો 'આપ' પર વિશ્વાસ મૂકશે અને પ્રચંડ બહુમતી સાથે વિસાવદરની સીટ જીતાડશે: સંદીપ પાઠક
જુનાગઢ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી, ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકજી ગઈકાલે બે દિવસ માટે ગુજરાત પ્રવાસે પધાર્યા હતા. ગઈકાલે ભરૂચ ખાતે એક કાર્યકર્તા સંમેલનમાં ડૉ. સંદીપ પાઠકે હાજરી આપી હતી અને ત્યારબાદ આજે વિસાવદર ખાતે વધુ એક કાર્યકર્તા સંમેલનમાં ડૉ.સંદીપ પાઠકે હાજરી આપી હતી. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા, બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ ભાદરકા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકે કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે તો એ જરૂર લખવામાં આવશે કે ભાજપના લાંબા શાસન દરમિયાન ગુજરાતની જનતા ખૂબ જ ત્રસ્ત હતી અને વિપક્ષ કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવામાં નિષ્ફળ સાબિત થયો હતો. પરંતુ ત્યારબાદ એક ઉમ્મીદની કિરણ બનીને આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રવેશી. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રવેશમાં વિસાવદરે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો અને બદલાવ માટે વોટ આપીને વિસાવદર વિધાનસભાની સીટ આમ આદમી પાર્ટીને જીતાડી આપી હતી. આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો હાલ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. ફક્ત વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય કમજોર સાબિત થયા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર ખતમ કરીશું, ખેડૂતોને સક્ષમ કરીશું, યુવાઓને રોજગાર આપીશું અને એક સારો દેશ બનાવીશું, જ્યાં દરેક સમાજના લોકો સાથે હળીમળીને ખુશ રહે. હોસ્પિટલ અને સારી સ્કૂલો માટે કોઈપણ વ્યક્તિને તકલીફ ન થાય એ રીતની વ્યવસ્થાને લાગુ કરવા માટે અરવિંદ કેજરીવાલજી રાજનીતિમાં આવ્યા હતા. માટે ભ્રષ્ટાચારી પાર્ટીના લોકો અરવિંદ કેજરીવાલજીને રોકવા માટે તમામ મોરચે મહેનત કરવામાં લાગી ગયા. પરંતુ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમત સાથે દિલ્હીમાં સરકાર બનાવવામાં સફળ રહ્યા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મજબૂત સરકારને જોઈને વિરોધીઓએ ષડયંત્ર રચવાનું શરૂ કર્યું, જેનાથી બીજા કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર ન બને. ત્યારબાદ પંજાબના લોકોએ પણ જોયું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે, તો એક મોકો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને પણ આપવો જોઈએ. ત્યારબાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટી મોટી બહુમતી સાથે જીત મેળવી. આ બે મહત્વપૂર્ણ જીત બાદ અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો.
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે હવે દિલ્હીમાં 80 હજાર નવા વૃદ્ધોને પણ પેન્શન આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જનતા સાથે 'રેવડી પર ચર્ચા' શરૂ કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જનતાના પૈસા, જનતાના પૈસા, તેના પર જનતાનો અધિકાર પણ જનતાનો છે. જો ભાજપ દિલ્હીમાં આવશે તો જનતા માટે ઉપલબ્ધ 6 રેવડીઓ બંધ કરશે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી આતિશને મોટી રાહત મળી છે. કોર્ટે આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.