આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ તેના એનસીડીના પ્રથમ પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 2,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરશે
રૂ. 2,000 કરોડ (“ઇશ્યૂ”) સુધીના મૂલ્યના એકંદરે રૂ. 1,000 પ્રત્યેક (“એનસીડી”)ની ફેસ વેલ્યુના સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યૂ કરાશે. ઇશ્યૂ બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલે છે અને વહેલા બંધ કરવાના વિકલ્પ સાથે ગુરુવાર, 12 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થાય છે.
મુંબઈ : આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટાકંપની આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ (“એબીએફએલ” અથવા “કંપની”) એ રૂ. 1,000 કરોડ સુધીના ઓવરસબ્સ્ક્રિપ્શન જાળવી રાખવાના વિકલ્પ સાથે રૂ. 1,000 કરોડ સુધીની રકમ માટે એનસીડીના તેના પ્રથમ પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી છે જે રૂ. 2,000 કરોડ સુધીની કુલ રકમ માટે 2,00,00,000 સુધીના એનસીડી માટે 21 સપ્ટેમ્બર, 2023ના રોજના પ્રોસ્પેક્ટસ (“પ્રોસ્પેક્ટસ”) અનુસાર કંપનીએ આરઓસી અને સ્ટોક એક્સચેન્જીસમાં ફાઇલ કર્યું છે.
આ ઇશ્યૂના અનુસંધાનમાં જારી કરવામાં આવનાર એનસીડીને અનુક્રમે ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ અને ઈકરા લિમિટેડ દ્વારા IND AAA Outlook Stable અને (ICRA) AAA (Stable) રેટિંગ આપવામાં આવ્યું છે. રેટિંગ્સ માન્ય છે અને જ્યાં સુધી પાછા ખેંચવામાં નહીં આવે અથવા તેની સમીક્ષા કરવામાં ન આવે ત્યાં સુધી તે ઈન્સ્ટ્રુમેન્ટની અવધિ સુધી માન્ય રહેશે. આ રેટિંગ ધરાવતાં ઈન્સ્ટ્રુમેન્ટ્સને નાણાંકીય જવાબદારીઓની સમયસર સર્વિસીંગ અને સૌથી ઓછું ધિરાણ જોખમ વહન કરવા સંબંધિત ઉચ્ચતમ સ્તરની સલામતી માનવામાં આવે છે.
ટ્રસ્ટ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ, એ.કે. કેપિટલ સર્વિસિસ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ એડલવાઇસ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) ઇશ્યૂના લીડ મેનેજર્સ છે. ઇશ્યૂ બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે અને ગુરુવાર, 12 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થશે, જેમાં આ તારીખથી ઈશ્યૂ વહેલા બંધ કરવાનો વિકલ્પ હશે જે અંગે લાગુ કાયદાઓના પાલનને આધીન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા તેની અધિકૃત સમિતિ નક્કી કરી શકશે. એનસીડીની ફાળવણી, નિયુક્ત સ્ટોક એક્સચેન્જ સાથે પરામર્શ કરીને, પ્રાથમિકતા ધોરણેની તારીખે કરવામાં આવશે, એટલે કે, સ્ટોક એક્સચેન્જો સાથેની ઇલેક્ટ્રોનિક બુકમાં દરેક એપ્લિકેશન અપલોડ કરવાની તારીખના આધારે, ફર્સ્ટ-કમ, ફર્સ્ટ- સર્વના આધારે દરેક ભાગમાં કરવામાં આવશે જે પ્રોસ્પેક્ટસમાં જણાવેલ એલોકેશન રેશિયોને આધીન રહેશે. જો કે, ઓવરસબ્સ્ક્રિપ્શનની તારીખથી અને તે પછી, એલોટમેન્ટ પ્રોસ્પેક્ટસમાં વિગત મુજબ પ્રમાણસર ધોરણે થશે.
કંપની ઇશ્યૂની ચોખ્ખી આવકના ઓછામાં ઓછા 75% નો ઉપયોગ આગળના ધિરાણ, ફાઇનાન્સિંગ અને વ્યાજની ચૂકવણી અને કંપનીના હાલના ઋણના મુદ્દલ માટે કરશે અને ચોખ્ખી આવકના મહત્તમ 25% સુધીનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે. અહીં તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સ ખાસ રીતે વ્યાખ્યાયિત ન હોય તેનો એ જ અર્થ થશે જેવો પ્રોસ્પેક્ટસમાં આવા શબ્દને સૂચવવામાં આવ્યો છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.