એર ઈન્ડિયા ઓટોમેટેડ ક્લિનિંગ સાથે દર વર્ષે એરક્રાફ્ટ દીઠ 75,000 લિટર પાણીની બચત કરશે
ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન, એર ઈન્ડિયાએ પર્યાવરણને અનુકૂળ, ઓટોમેટેડ એરક્રાફ્ટ એક્સટિરિયર વોશિંગ અને ક્લિનિંગ સિસ્ટમ રજૂ કરી છે જે નવીન ટેક્નોલોજી અપનાવીને એરલાઇનની કાર્યક્ષમતામાં વધુ વધારો કરશે.
ગુરુગ્રામ : ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન, એર ઈન્ડિયાએ પર્યાવરણને અનુકૂળ, ઓટોમેટેડ એરક્રાફ્ટ એક્સટિરિયર વોશિંગ અને ક્લિનિંગ સિસ્ટમ રજૂ કરી છે જે નવીન ટેક્નોલોજી અપનાવીને એરલાઇનની કાર્યક્ષમતામાં વધુ વધારો કરશે.
ડિવાઇસ ‘એરોવૉશ’ બહુવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમ કે સફાઈ માટે રોબોટિક માઇક્રો-ફાઇબર બ્રશ ડ્રમ અને લગભગ પાણી રહિત પ્રક્રિયાનો ઉપયોગ કરે છે જે તેને વધુ ટકાઉ બનાવતી વખતે કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે. જ્યારે નેરો-બોડી એરક્રાફ્ટ માટે, એક વર્ષમાં બચાવવામાં આવતા સ્વચ્છ પાણીનું પ્રમાણ એરક્રાફ્ટ દીઠ 30,000 લિટર જેટલું હશે, તેટલું જ 75,000 લિટર પાણી પ્રતિ વર્ષ એક વાઈડ-બોડી એરક્રાફ્ટની સફાઈ માટે બચશે. એર ઈન્ડિયામાં ફ્લીટમાં વૃદ્ધિ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ભવિષ્યમાં સ્વચ્છ પાણીનો બચાવી શકાય તેટલો કુલ જથ્થો ખૂબ જ મોટો હશે તેવી શક્યતા છે.
“સફાઈની મોર્ડન સિસ્ટમ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ પ્રેક્ટિસીસની સમકક્ષ કાર્યક્ષમતા, ટકાઉપણું અને અગ્રણી પ્રગતિ માટેના અમારા સમર્પણને વધુ મજબૂત બનાવે છે. આ ડિવાઇસે ન કેવળ અમારા એરક્રાફ્ટની વધુ સારું મેઇન્ટેનન્સ સુનિશ્ચિત કર્યું છે, પરંતુ તાતા જૂથની વ્યવસાય કરવાની વધુ ટકાઉ રીતો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સુમેળમાં હરિયાળા વાતાવરણમાં પણ યોગદાન આપશે”, એમ એર ઈન્ડિયાના ચીફ ટેક્નિકલ ઓફિસર એસ.કે. ડેશે જણાવ્યું હતું.
એરક્રાફ્ટની સફાઈ એ જાળવણીનું નિર્ણાયક પાસું છે અને તે સમય, સંસાધનો તથા વ્યક્તિગત ધ્યાન માંગી લે છે. જો કે, ઓટોમેટેડ ક્લિનિંગ માત્ર સમય બચાવનારી અને ટકાઉ જ નથી, પરંતુ તે ગંદકી, ધૂળ અથવા કચરો ભેગા થવાના કારણે એરોડાયનેમિક ખેંચાણને પણ ઘટાડે છે, જે આખરે વિમાનનું વજન ઘટાડે છે. આના પરિણામે લાંબા ગાળે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડીને બળતણ કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ સ્ટ્રક્ચરલ ડેમેજ સામે રક્ષણ આપે છે અને કાટને અટકાવે છે જેના પરિણામે એરક્રાફ્ટની આવરદા પણ લંબાય છે. સફાઈની બહેતર ગુણવત્તા માત્ર વિમાનના દેખાવને જ નહીં પરંતુ ક્રાઉન, એલિવેટર અથવા રડર જેવા વિમાનના નિર્ણાયક વિસ્તારોને પણ આવરી લઈને વધુ સારી સફાઈની ખાતરી કરશે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.