એર ઈન્ડિયાએ AIX કનેક્ટ સાથે કોડશેર કરાર કર્યો
એર ઈન્ડિયા 21 રૂટ પર એઆઈએક્સ કનેક્ટ દ્વારા સંચાલિત દરરોજની 100થી વધુ ફ્લાઈટ્સમાં તેનો 'AI' ડિઝિનેટર કોડ ઉમેરશે. કોડશેર કરાર હેઠળ ધીમે ધીમે વધારાના રૂટ ઉમેરવામાં આવશે. કોડશેર ફ્લાઈટ માટેના બુકિંગ તેના વેચાણના તમામ પોઈન્ટ પરથી 27 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવશે. કોડશેરના અમલથી એર ઈન્ડિયાના ગ્રાહકો એર ઈન્ડિયાના સ્થાનિક અને ઈન્ટરનેશનલ નેટવર્કના 80 પોઈન્ટસ પરથી AIX કનેક્ટના રૂટ નેટવર્ક સાથે સરળતાથી જોડાઈ શકશે.
ગુરુગ્રામ : ભારતની અગ્રણી ગ્લોબલ કેરિયર એર ઈન્ડિયાએ AIX કનેક્ટ (અગાઉ એર એશિયા ઈન્ડિયા તરીકે ઓળખાતી) સાથે કોડશેર કરાર કર્યો છે. એર ઈન્ડિયા 21 રૂટ પર એઆઈએક્સ કનેક્ટ દ્વારા સંચાલિત દરરોજની 100થી વધુ ફ્લાઈટ્સમાં તેનો AI ડિઝિનેટર કોડ ઉમેરશે. કોડશેર કરાર હેઠળ ધીમે ધીમે વધારાના રૂટ ઉમેરવામાં આવશે. કોડશેર ફ્લાઈટ માટેના બુકિંગ તેના વેચાણના તમામ પોઈન્ટ પરથી 27 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવશે. કોડશેરના અમલથી એર ઈન્ડિયાના ગ્રાહકો એર ઈન્ડિયાના સ્થાનિક અને ઈન્ટરનેશનલ નેટવર્કના 80 પોઈન્ટસ પરથી AIX કનેક્ટના રૂટ નેટવર્ક સાથે સરળતાથી જોડાઈ શકશે.
બંને એરલાઈન્સ વચ્ચે આ કરારના માધ્યમથી ગ્રાહકો મુસાફરીના તમામ વિભાગો માટે સિંગલ ટિકિટ પર ડિપાર્ચરના ફર્સ્ટ પોઈન્ટથી જ બોર્ડિંગ પાસ મેળવી શકશે. તેમજ તેમની મુસાફરીના અંતિમ સ્થળ સુધીના લગેજ (સામાન)ના ચેક-ઈન થઈ શકશે. ગ્રાહકો ઈન્ટરનેશનલ ફ્લાઈટથી સ્થાનિક ફ્લાઈટ સુધી જોડાઈ શકશે. જો કે, ગ્રાહકે ભારતમાં પ્રવેશતી વખતે સરકારના નીતિનિયમો અનુસાર, ફર્સ્ટ પોઈન્ટ પર કસ્ટમ્સ ક્લિયર કરવા પડશે.
AIX કનેક્ટ એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલી ટિકિટો પર દર્શાવેલ મફત બેગેજ એલાઉન્સ (સામાન ભથ્થા)નો વિકલ્પ આપશે. AIX કનેક્ટ દ્વારા સંચાલિત ફ્લાઈટ્સ સાથે જોડાતા એર ઈન્ડિયાના ગ્રાહકો ઓન બોર્ડ પર મફત ભોજનનો આનંદ પણ માણી શકશે. કોડશેર કરારના પગલે, એર ઈન્ડિયાએ બે એરલાઈન્સના રૂટ નેટવર્ક વચ્ચેના સામાન્ય સ્થળો ઉપરાંત, બાગડોગરા, ભુવનેશ્વર, રાંચી અને સુરત જેવા ભારતમાં 4 નવા સ્થળો સુધી તેના સ્થાનિક રૂટ નેટવર્કનો વિસ્તાર કર્યો છે. આ શહેરોના ગ્રાહકો દિલ્હી અને મુંબઈ ખાતેના હબ પર એર ઈન્ડિયાના વિશાળ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાઈ શકશે.
કોડશેર એગ્રીમેન્ટ AIX કનેક્ટને એરલાઇનની ડાયરેક્ટ ચેનલો તેમજ તેના ગ્લોબલ ટ્રાવેલ એજન્સી નેટવર્ક દ્વારા એર ઇન્ડિયાના ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનો લાભ મેળવવા માટે સક્ષમ બનાવે છે. AIX કનેક્ટ એ એર ઇન્ડિયાની 100% પેટાકંપની છે, જેને ટાટા જૂથના એરલાઇન બિઝનેસ સાથે સિંગલ લો-કોસ્ટ કેરિયર
બનાવવા માટે એર ઇન્ડિયા એક્સપ્રેસ (એર ઇન્ડિયાની અન્ય 100% પેટાકંપની) સાથે જોડવાની પ્રક્રિયામાં છે.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.
કંપનીએ 22 નવેમ્બર, 2024ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવા જઈ રહેલા શેર સાથે ₹99.07 કરોડ એકત્ર કરવાનો છે.