એર ઇન્ડિયા 15 ડિસેમ્બરથી મુંબઇથી મેલબોર્નની નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરશે
મુંબઇ અને મેલબોર્ન વચ્ચે પ્રથમ નોન-સ્ટોપ ફ્લાઇટ, મુંબઇ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલની એક માત્ર નોન-સ્ટોપ ફ્લાઇટ દિલ્હી અને મુંબઈ થઈને લંડન હીથ્રો વચ્ચે ટુ-વે કનેક્ટિવિટી, પ્રમોશનલ ફેર પ્રતિ વ્યક્તિ રૂ. 48,999 ઇકોનોમી ક્લાસ-રિટર્ન.
ગુરુગ્રામ : ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ તેનાં વૈશ્વિક રૂટ નેટવર્કનાં વિસ્તરણનાં ભાગ રૂપે મુંબઇથી ઓસ્ટ્રેલિયમાં મેલબોર્નની સૌ પ્રથમ નોન-સ્ટોપ સર્વિસ લોંચ કરવાની જાહેરાત કરી હતી. એર ઇન્ડિયા 15 ડિસેમ્બર, 2023થી મુંબઇથી મેલબોર્ન વચ્ચે સપ્તાહમાં ત્રણ વાર ફ્લાઇટ ઓપરેટ કરશે. આ સાથે એર ઇન્ડિયા મુંબઇ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની નોન-સ્ટોપ ફલાઇટ ઓપરેટ કરનાર એક માત્ર ઓપરેટર બની છે.
મુંબઇ-મેલબોર્ન ફ્લાઇટ સર્વિસથી ઓસ્ટ્રેલિયનાં વિક્ટોરિયા સ્ટેટ જવા માટે વર્ષે 40,000 નવી સીટનો ઉમેરો થશે, જ્યાં આશરે બે લાખ ભારતીયો વસે છે, જે ઓસ્ટ્રેલિયામાં વસતા કુલ ભારતીયોનો 40 ટકા હિસ્સો ધરાવે છે. નવી સેવાનો હેતુ ઓસ્ટ્રેલિયામાં મિત્રો અને પરિવારજનોને મળવા અને બિઝનેસ અને પ્રવાસન માટે વધતી જતી માંગને પહોંચી વળવાનો છે.
એર ઇન્ડિયાના ચીફ કમર્શિયલ એન્ડ ટ્રાન્સફોર્મશન ઓફિસર નિપુણ અગરવાલે જણાવ્યું હતું કે, “મુંબઇ અને મેલબોર્ન વચ્ચે એક માત્ર નોન-સ્ટોપ ફ્લાઇટ લોંચ કરવા અમે આતુર છીએ. અમારા વર્તમાન પરિવર્તન કાર્યક્રમની દિશામાં આ મહત્વનું પગલું છે, જેનો હેતુ વિશ્વનાં વધુને વધુ દેશો સાથે ભારતને નોન-સ્ટોપ ફ્લાઇટ દ્વારા જોડવાનો છે. અમે આ રૂટ પર પ્રવાસીઓને એર ઇન્ડિયામાં વિમાન મુસાફરીનો ઉમદા અનુભવ પૂરો પાડવા માંગીએ છીએ, જેમાં ભારતની મહાન આતિથ્યભાવના કેન્દ્રસ્થાને રહેશે.”
ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા સ્ટેટ ગવર્મેન્ટના રોજગાર અને ઉદ્યોગ મંત્રી નતાલિ હચિન્સે જણાવ્યું હતું કે, “મુંબઇ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટ મેલબોર્નમાં લેન્ડ થશે એ વાતનો અમને રોમાંચ છે. આ નવા રૂટથી ટુરિઝમને વેગ મળશે, સ્થાનિક રોજગાર સર્જન થશે અને વિશ્વનાં સૌથી ઝડપથી વૃધ્ધિ પામી રહેલા અર્થતંત્રોમાં સ્થાન પામતા વિક્ટોરિયામાં નવાં માર્ગ ખોલશે.”
ભારતનાં 17 શહેરોનાં મુસાફરો દિલ્હી અથવા મુંબઇ થઈને મેલબોર્નની વન-સ્ટોપ કનેક્શન ફ્લાઇટની સગવડનો લાભ લઈ શકશે. મુંબઇ-મેલબોર્ન રૂટ દિલ્હી અને મુંબઇ થઇને લંડન હિથ્રો અને મેલબોર્ન વચ્ચે ટુ-વે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડે છે. મુંબઇ-મેલબોર્ન વચ્ચેની ફ્લાઇટ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એરક્રાફ્ટ દ્વારા ઓપરેટ થશે, જેમાં બિઝનેસ ક્લાસમાં 18 ફ્લેટ બેડ્સ અને ઇકોનોમી ક્લાસમાં 238 સ્પેસિયસ સીટ છે.
એર ઇન્ડિયાની વેબસાઇટ (www.airindia.com), મોબાઇલ એપ અને વિશ્વભરનાં ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા ફ્લાઇટ બુક કરી શકાય છે. તમામ કિંમત સહિત પ્રમોશનલ, રાઉન્ડ-ટ્રિપ ફેર ઇકોનોમી ક્લાસમાં રૂ. 48,999થી શરૂ થાય છે. એર ઇન્ડિયા હાલમાં દિલ્હીથી મેલબોર્ન અને સીડનીની સીધી ફ્લાઇટ ઓપરેટ કરે છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે દર સપ્તાહે એર ઇન્ડિયાની 28 ફ્લાઇટ છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.