મેડિકલ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ALLEN દ્વારા સુપરઍપ લૉન્ચ
NEET PG, INI-CET, તથા FMGE પરીક્ષાઓ પાસ કરવા માગતા વિદ્યાર્થીઓને ALLEN NExT ઍપથી લાભ થશે
નવી દિલ્હી: ભારતભરમાં મેડિકલ કોચિંગ ક્ષેત્રે અગ્રણી નામ એલેન (ALLEN) દ્વારા ALLEN NExT ઍપ લૉન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ઍપ પીજી મેડિકલના વિદ્યાર્થીઓને NEET-PG, INI-CET તથા FMGE પરીક્ષાની તૈયારી માટે સર્વગ્રાહી સોલ્યુશન પૂરા પાડશે. આ ઍપ અનેક વિશિષ્ટ ફીચર અને સ્રોતો ઑફર કરે છે જેને કારણે પરીક્ષાની તૈયારી માટેના અન્ય ઉપલબ્ધ પ્લેટફોર્મ કરતાં તે અલગ તરી
આવે છે.
ALLEN NExT વર્ટિકલના હોલટાઈમ એક્ઝિક્યુટિવ અમન મહેશ્વરીએ જણાવ્યું કે,ALLEN NExT ઍપ સાથે અમારું ધ્યેય વિદ્યાર્થીઓ માટે તેમના વ્યસ્ત શેડ્યુલ છતાં પીજી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારી વધુ સરળ બનાવવાનું છે. NEET-PG, INI-CET તથા FMGE પરીક્ષાઓ પાસ કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવાની સાથે અમારો આશય પીજી મેડિકલના વિદ્યાર્થીઓને એમ્પાવર કરવાનો છે જેથી તેઓ તેમનાં શૈક્ષણિક અને પ્રોફેશનલ ગોલ સરળતાથી હાંસલ કરી શકે. પીજી મેડિકલના વિદ્યાર્થીઓનું જીવન પડકારરૂપ હોય છે. પરીક્ષા માટે તૈયારી કરવાની સાથેસાથે વ્યસ્ત ઈન્ટર્નશિપ શેડ્યુલ જાળવવાનું કામ અઘરું હોય છે. જોકે, ALLEN NExT ઍપ
લૉન્ચ થવાથી તથા તેના આલ્ફા, બીટા અને ડેલ્ટા કોર્સના પૅકેજ ઉપલબ્ધ થવાથી પીજી મેડિકલના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી કરવાની પ્રક્રિયામાં પરિવર્તન આવશે અને તે વધુ સરળ બનશે.
આ ઍપ અનેકવિધ રિસોર્સની જરૂરિયાતને નાબૂદ કરી દેશે અને એક્સક્લુઝિવ શ્રેષ્ઠ ફૅકલ્ટી તરફથી સુસજ્જ અને કન્સાઈઝ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ થશે. ત્રણ સર્વગ્રાહી અભ્યાસ પૅકેજ – આલ્ફા, બીટા અને ડેલ્ટા- વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરશે તથા સાથે તૈયારી માટે શ્રેષ્ઠ રિસોર્સ ઉપલબ્ધ કરાવશે.
આલ્ફા કોર્સઃ આ પૅકેજ ઑફલાઇન ક્લાસરૂમ અભ્યાસ તથા રિવિઝન બંને ઑફર કરે છે. તેમાં 700 કલાક કરતાં વધુ સમયના વીડિયો, સારો રેન્ક મેળવવા માટેના એક્સ્ટ્રા એજ વીડિયો, NExT સ્ટેજ-2 માટે ક્લિનિકલ સ્કિલ વીડિયો, 200 કલાક કરતાં વધુ સમયના ઝડપી રિવિઝન વીડિયો, 10,000 કરતાં વધુ પ્રશ્નોની બેંક જેમાં અગાઉના વર્ષના પ્રશ્નો, RACE તથા ક્લિનિકલ પ્રશ્નો અને સાથે 200થી વધુ વિષય-વાર નાની-મોટી ટેસ્ટ, ડિજિટલ અને પ્રિન્ટેડ નોટ્સ વગેરેનો સમાવેશ થાય છે.
બીટા કોર્સઃ આ પૅકેજ ઑનલાઇન અભ્યાસ અને રિવિઝન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં આલ્ફા કોર્સના તમામ રિસોર્સ જેવા કે, 700 કલાક કરતાં વધુ સમયના વીડિયો,સારો રેન્ક મેળવવા માટેના એક્સ્ટ્રા એજ વીડિયો, NExT સ્ટેજ-2 માટે ક્લિનિકલ સ્કિલ વીડિયો, 200 કલાક કરતાં વધુ સમયના ઝડપી રિવિઝન વીડિયો, 10,000 કરતાં વધુ પ્રશ્નો તથા 200થી વધુ વિષય-વાર નાની-મોટી ટેસ્ટ, ડિજિટલ અને પ્રિન્ટેડ નોટ્સ વગેરેનો સમાવેશ પણ
કરવામાં આવ્યો છે.
ડેલ્ટા કોર્સઃ આ પૅકેજમાં 10,000 કરતાં વધુ પ્રશ્નો તથા 200થી વધુ વિષય-વાર ટેસ્ટ તથા મુખ્ય ટેસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વધુ અભ્યાસ માટે ફીચરથી સમૃદ્ધ ઍપ તેની ડિઝાઇન વિદ્યાર્થીઓને દૈનિક ક્વિઝ, વિષયવાર વીડિયો વિભાગો, તાજા સમાચારોના અપડેટ, પરીક્ષાની માહિતી તથા વીડિયો બેંક દ્વારા તેમનું જ્ઞાન વધારવામાં મદદ કરશે જેમાં NEET-PG, INI-CET, FMGE તથા NExT પ્રમાણિત કોન્સેપ્ટ્સ સામેલ છે. ઈંગ્લિશ તથા હિંગ્લીશમાં 700 કલાક કરતાં વધુનું કન્ટેન્ટ ધરાવતી આ ઍપમાં અનુભવી અને એક્સક્લુઝિવ શ્રેષ્ઠ ફૅકલ્ટી દ્વારા શીખવવામાં આવે છે.
મુખ્ય વીડિયો કન્ટેન્ટ ઉપરાંત આ ઍપ એક્સ્ટ્રા-એજ વીડિયો, ક્લિનિકલ વીડિયો તથા પ્રેક્ટિકલ વીડિયો ઑફર કરે છે જેનાથી ક્લિનિકલ વિષયો વધારે ઊંડાણથી સમજી શકાય છે અને વિદ્યાર્થીઓ NExT માટે સજ્જ થાય છે. 200થી વધુ છેલ્લી ઘડીના રિવિઝન વીડિયો,એમસીક્યુ ચર્ચાના વીડિયો, ઈમેજ ડિસ્કશન વીડિયો, અપડેટ્સ તથા ઈન્સ્ટ્રુમેન્ટ વીડિયોનો પણ ઍપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ટેસ્ટની વાસ્તવિક તૈયારીઃ
ALLEN NExT માત્ર ઑનલાઇન રિસોર્સિસ કરતાં વધુ ઑફર કરે છે. વિદ્યાર્થીઓ ભારતભરના એલેન કેન્દ્રો ખાતે લેવાતી કમ્પ્યૂટર આધારિત ઑફલાઇન મેજર અને મેજર વિષય-વાર ટેસ્ટ સિરિઝમાં પણ ભાગ લઈ શકે છે, જેથી તેઓ વાસ્તવિક દુનિયામાં પોતાના જ્ઞાનનું મૂલ્યાંકન કરી શકે અને વાસ્તવિક પરીક્ષા પહેલાં કઈ બાબતોમાં સુધારાની જરૂર છે તે જાણી શકે.
સરળ રીતે ઉપલબ્ધ અને ભવિષ્યમાં વિસ્તરણઃ
ALLEN NExT ઍપ પ્લે સ્ટોર તથા ઍપ સ્ટોર બંનેમાંથી ડાઉનલોડ થઈ શકે છે. આમ તે વિદ્યાર્થીઓને સરળતાથી ઉપલબ્ધ છે. તે ઉપરાંત ALLEN NExT ઑફલાઇન કેન્દ્રો ટૂંક સમયમાં દેશભરમાં લૉન્ચ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને ક્લાસરૂમ અભ્યાસની તક મળે.
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.