AMA દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર વાર્તાલાપ યોજાયો
એએમએ દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ભગવદ્ ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર પ્રખ્યાત લેખક અને વક્તા તથા ભગવદ ગીતાના મનોવિજ્ઞાન પર તેમના કાર્યો માટે માનદ ડોક્ટરેટ પ્રાપ્તકર્તા શ્રી દીપ ત્રિવેદી દ્રારા ગુરુવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે તાજેતરમાં શાળાઓમાં ભગવદ ગીતાને જીવનના પાઠ શીખવા અને તેને આપણા રોજિંદા જીવનમાં અમલમાં મૂકવા માટે અભ્યાસક્રમના ભાગરૂપે રજૂ કર્યું છે. આ સંદર્ભે એએમએ દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ભગવદ્ ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર પ્રખ્યાત લેખક અને વક્તા તથા ભગવદ ગીતાના મનોવિજ્ઞાન પર તેમના કાર્યો માટે માનદ ડોક્ટરેટ પ્રાપ્તકર્તા શ્રી દીપ ત્રિવેદી દ્રારા ગુરુવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી દીપ ત્રિવેદીએ આ સંદર્ભમાં લોકોને જણાવ્યું હતું કે ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ આપણને સાર્વત્રિક નિયમો વિશે જણાવે છે કે જે દરેક વ્યક્તિ અને જીવોને લાગુ પડે છે. તે ઉપરાંત દરેક વ્યક્તિના જીવનનો ઉદેશ્ય, સુખ અને શાંતિ સાથે સંતુલિત પ્રગતિ કેવી રીતે સાધી શકાય તથા સાયકોલોજી, આત્મજ્ઞાન અને મન એમાં કેવી રીતે અગત્યની ભૂમિકા ભજવે છે તે વિષે ઊંડાણ માં સમજાવ્યું હતું.
કૃપા કરીને કાર્યક્રમની ઝલક માટે જોડાયેલ ફોટોગ્રાફ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.
ઉંચા તાપમાન અને ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પણ અનુભવાયો હતો
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.