ASICSએ ભારતમાં તેની રિટેઇલ ઉપસ્થિતિ મજબૂત કરી, 100માં સ્ટોરના લોંચ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન સ્થાપિત કર્યું
જાપાનિઝ સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ બ્રાન્ડ ASICSએ અમદાવાદ શહેરમાં સીજી રોડ ઉપર તેના 100માં બ્રાન્ડ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું છે. ગ્રાહકોને બેસ્ટ ફૂટવેર શ્રેણી પ્રદાન કરવાના સમર્પિત પ્રયાસો સાથે આ નવા સ્ટોરમાં તમામ નવીન કલેક્શન રજૂ કરાશે, જે તમામ એક સ્થળ ઉપર ઉપલબ્ધ બનશે.
અમદાવાદ : જાપાનિઝ સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ બ્રાન્ડ ASICSએ અમદાવાદ શહેરમાં સીજી રોડ ઉપર તેના 100માં બ્રાન્ડ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું છે. ગ્રાહકોને બેસ્ટ ફૂટવેર શ્રેણી પ્રદાન કરવાના સમર્પિત પ્રયાસો સાથે આ નવા સ્ટોરમાં તમામ નવીન કલેક્શન રજૂ કરાશે, જે તમામ એક સ્થળ ઉપર ઉપલબ્ધ બનશે.
ભારતમાં વિસ્તરણ ASICSની ભારતમાં આગામી વર્ષો માટેની યોજનાને અનુરૂપ છે તથા ફૂટવેર ક્ષેત્રની અગ્રણી કંપની તેના સેલ્સ નેટવર્કનો વિસ્તાર કરીને નવા પ્રદેશોમાં પ્રવેશીને નવી તકો હાંસલ કરવા તથા બિઝનેસને પુનર્જીવિત કરવાની યોજના ધરાવે છે. દેશમાં 950થી વધુ સેલ્સ ટચ પોઇન્ટ્સ સાથે ASICSએ વાર્ષિક ધોરણે આશરે 25 ટકા વૃદ્ધિ સાધી છે તથા વર્ષ 2026 સુધીમાં તેના પ્રથમ મોનો-બ્રાન્ડ સ્ટોરની શરૂઆત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં વિકાસની ગતિને જાળવી રાખવાની યોજના ધરાવે છે.
આ નવા સીમાચિહ્ન વિશે વાત કરતાં ASICS કોર્પોરેશનના પ્રેસિડેન્ટ, સીઇઓ અને સીઓઓ યાસુહિતો હિરોતાએ કહ્યું હતું કે, “અમારા માટે ભારત મહત્વપૂર્ણ માર્કેટ છે અને ગ્રાહકોના બદલાતા લેન્ડસ્કેપ સાથે અમે ભારતના વિવિધ પ્રદેશોમાં સ્પોર્ટ્સ માટે નવી અને ઉભરતી માગ સાથે વિશાળ સંભાવનાઓ જોઇ રહ્યાં છીએ.વધતી માગને ધ્યાનમાં રાખતાં અમે અમદાવાદ શહેરમાં અમમારા 100માં આઉટલેટની શરૂઆત કરતાં ઉત્સાહિત છીએ તથા અમારા ભાવિ વિઝનને સપોર્ટ કરવા વધુ વ્યૂહાત્મક વિકાસના માર્ગ ઉપર આગળ વધીશું. મારું માનવું છે કે પ્રોડક્ટ ઇનોવેશન પ્રત્યેની અમારી અતૂટ કટીબદ્ધતા અમારી બ્રાન્ડના કેન્દ્રસ્થાને છે તથા ASICS દ્રઢતાપૂર્વક દરેક પગલું ભરવા તેમજ પ્રોડક્ટ ઇનોવેશનમાં ઉત્કૃષ્ટતા ડિલિવર કરીને અમારી ઉપસ્થિતિને મજબૂત રાખવા સતત પ્રયત્નશીલ છે.”
બ્રાન્ડ ડિજિટલ ચેનલોમાંથી નોંધપાત્ર વેચાણ મેળવતી હોવા છતાં રિટેઇલ આઉટલેટ્સ/ સ્ટોર્સ તેના કુલ વેચાણમાં આશરે 60 ટકા યોગદાન આપે છે. ઓફલાઇન સેલ્સ આઉટલેટ્સના વિસ્તરણ સાથે ASICS ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ તકોને હાંસલ કરીને રનિંગ, એથલેઝર, ક્રિકેટ, ટેનિસ અને ઇનડોર કોર્ટ ફૂટવેર કેટેગરીમાં ગ્રાહકો માટે ટોચની પસંદગી બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
100માં સ્ટોરના પ્રારંભ વિશે ઉત્સાહ વ્યક્ત કરતાં ASICS ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયાના મેનેજિંગ ડાયરેક્ટર રજત ખુરાનાએ કહ્યું હતું કે, “અમે વાઇબ્રન્ટ શહેર અમદાવાદમાં નવા સ્ટોરની જાહેરાત કરતાં ખૂબજ ઉત્સાહિત છીએ. આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન ભારત પ્રત્યે અમારી અતૂટ કટીબદ્ધતા તેમજ ભારતીય માર્કેટની સંભાવનાઓમાં અમારો વિશ્વાસ દર્શાવે છે. આ સ્ટોર ઇનોવેટિવ પ્રોડક્ટ્સ ડિલિવર કરવાના અમારા પ્રયાસો અને અમારા મૂલ્યવાન ગ્રાહકો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કરવાના અમારા પ્રયાસોનું પ્રતિબિંબ છે. એક બ્રાન્ડ તરીકે અમે મજબૂત સ્પોર્ટિંગ કલ્ચરની રચના કરવા તથા અમારી પ્રોડક્ટ ઓફરિંગ્સ અને બ્રાન્ડ મેસેજિંગ દ્વારા સ્પોર્ટ્સની ક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.”
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે, તેથી જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કરી શકે છે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.