આસ્ક ઓટોમોટિવ લિમિટેડનો આઈપીઓ 7 નવેમ્બર, 2023ના રોજ ખુલશે
રૂ. 2ની ફેસ વેલ્યુના પ્રતિ ઇક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂ. 268થી રૂ. 282 પર નક્કી કરવામાં આવી. બિડ/ઓફર મંગળવાર, 07 નવેમ્બર, 2023ના રોજ ખુલશે અને 09 નવેમ્બર,2023ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ 06 નવેમ્બર, 2023નો રહેશે.
અમદાવાદ : આસ્ક ઓટોમોટિવ લિમિટેડ (“ASK” અથવા “કંપની”),મંગળવાર, 7 નવેમ્બર 2023ના રોજ તેના ઇક્વિટી શેર્સના IPOના સંબંધમાં તેની બિડ/ઓફર ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ સોમવાર, નવેમ્બર 06, 2023 હશે. બિડ/ઓફર મંગળવાર, 07 નવેમ્બર, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ગુરુવાર, 09 નવેમ્બર, 2023ના રોજ બંધ થશે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 268થી રૂ. 282 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 53 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 53 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. રૂ. 2ની ફેસ વેલ્યુના 2,95,71,390 ઇક્વિટી શેરની કુલ ઓફર સાઇઝમાં કુલદિપ સિંહ રાઠીના 2,06,99,973 સુધીના ઇક્વિટી શેર્સ અને વિજય રાઠી (“પ્રમોટર વેચનાર શેરધારકો”) દ્વારા 88,71,417 સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. (“ઓફર ફોર સેલ” અથવા “ઓફર”).
આ ઇક્વિટી શેર નવી દિલ્હી (“આરએચપી”) ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, દિલ્હી અને હરિયાણામાં ફાઇલ કરાયેલ તારીખ 30 ઓક્ટોબર, 2023ના રોજ કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવે છે અને બીએસઈ લિમિટેડ (“BSE”) અને અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે. આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી) ની શરતોમાં કરવામાં આવી રહી છે, જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ)ના નિયમન 31 સાથે વાંચવામાં આવેલા સુધારા (“એસસીઆરઆર”) મુજબ છે જે (“સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ”) મુજબ સુધારેલ છે. આ ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6(1) અનુસાર અને બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના મહત્તમ 50% ક્વોલિફાઇડ સંસ્થાકીય ખરીદદારો (“ક્યુઆઈબી” અને “ક્યુઆઈબી પોર્શન”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.
અમારી કંપની અને વેચાણકર્તા શેરધારકો, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે પરામર્શ કરીને, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઈબી ભાગના 60% સુધી ફાળવી શકે છે અને આવી ફાળવણીનો આધાર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) અનુસાર બીઆરએલએમ સાથેની ચર્ચા બાદ અમારી કંપની તથા પ્રમોટર વેચાણકર્તા શેરધારકોના વિવેકાધીન રહેશે જે પૈકી ઓછામાં ઓછા એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવણી માટે ઉપલબ્ધ હશે, જે એન્કર રોકાણકારોને કરાયેલી ફાળવણીની કિંમતે (“એન્કર ઇન્વેસ્ટર અલોકેશન પ્રાઇસ”) અથવા
તેનાથી ઊંચી કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી પ્રાપ્ત થયેલી માન્ય બિડને આધીન રહેશે.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.
આ દિવસોમાં સોનાનો ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સોનું ખરીદવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અક્ષય તૃતીયા પર ઓછી કિંમતે સોનું ખરીદવા માટે તમે આ સ્ટોર્સની મુલાકાત લઈ શકો છો.