રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે ૪૪,૮૦૦ લાખની માતબર રકમને મંજૂરી અપાઈ
ગુજરાતના ગામડાઓની પાયાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરતી “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના”, ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાને કુલ રૂ. ૫૧૦૦ લાખની વિશેષ ગ્રાન્ટ
આયોજનના વિકેન્દ્રિકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં હરહંમેશ અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકારની આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના” તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના ગ્રામીણ વિસ્તારની યોજના હોવાથી આ યોજના હેઠળ ગામડાઓમાં આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા, ઘન કચરાનો નિકાલ અને પીવાલાયક શુદ્ધ પાણી જેવી ન્યૂનત્તમ અને મૂળભૂત જરૂરિયાતોના કામો હાથ ધરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં ATVT યોજના માટે રૂ.૪૪,૮૦૦ લાખની માતબર જોગવાઈ કરવામાં આવી છે, તેને રાજ્યના નાણા વિભાગ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતના ગામડાઓના વિકાસ માટે આ ગ્રાન્ટની તાલુકાવાર સપ્રમાણમાં વહેંચણી મુજબ ફાળવણી કરવામાં આવશે. વધુમાં, ATVT યોજના હેઠળ મળતી ગ્રાન્ટની મુખ્ય ૪ કાર્યક્રમ હેઠળ ફાળવણી કરવામાં આવે છે. જેમાં પ્રથમ તાલુકા સેન્ટ્રીક એપ્રોચ અનુસાર દરેક તાલુકાને મળવાપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારબાદ પ્રાંત અધિકારીને તાલુકાદીઠ રૂ. ૨૫ લાખ લેખે મળવાપાત્ર ગ્રાન્ટની ફાળવણી કરાય છે. આ સિવાય પ્રાંત અધિકારી દીઠ પણ રૂ. ૨૫ લાખ લેખે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.
ઉપરાંત રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાઓને પણ વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાને કુલ રૂ. ૫૧૦૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તાલુકાને વિકાસનું એકમ ગણીને રાજ્ય સરકારે ‘તાલુકા સેન્ટ્રીક એપ્રોચ’ અપનાવીને વર્ષ ૨૦૧૦-૧૧થી તાલુકામાં આવેલ ગામડાઓની સંખ્યાને ધ્યાને લઇ તાલુકાવાર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૧૧-૧૨થી તાલુકા સરકારનો અભિગમ અપનાવીને રાજ્ય સરકારે છેવાડાના માનવીનું જીવનધોરણ વધુ સુધારવા અને પાયાની મૂળભૂત જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા રૂ. ૩૭,૫૨૫ લાખની જોગવાઈ સાથે ATVT યોજના અમલમાં મૂકી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણમાં નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું. મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત, આ શાળા શિક્ષણ અને ગ્રામીણ વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) પોલિસી 2025-30 લોન્ચ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું આઠમું સંસ્કરણ અમદાવાદની શાળાઓમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલ સ્થિત ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પ્રસારણમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી પરીક્ષાની તૈયારી અને તણાવ વ્યવસ્થાપન પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.