AVGની નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિકમાં કર બાદ નફામાં અકલ્પનીય 326%ની વૃદ્ધિ
AVG લોજિસ્ટિક્સ લિમિટેડ (BSE – 543910), જે રોડ અને રેલ કાર્ગો માટે એકીકૃત લોજિસ્ટિક્સ ઉકેલો પૂરા પાડવામાં બજાર અગ્રણી પૈકીની એક છે, તેણે નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક અને બીજા ત્રિમાસિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
મુંબઈ - AVG લોજિસ્ટિક્સ લિમિટેડ (BSE – 543910), જે રોડ અને રેલ કાર્ગો માટે એકીકૃત લોજિસ્ટિક્સ ઉકેલો પૂરા પાડવામાં બજાર અગ્રણી પૈકીની એક છે, તેણે નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક અને બીજા ત્રિમાસિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
એકીકૃત મુખ્ય નાણાકીય બાબતો એક નજરમાં:
કુલ આવક ₹218.73 કરોડ, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં તે ₹208.15 કરોડ હતી, 5.09%ની વાર્ષિક વૃદ્ધિ
EBITDA ₹40.37 કરોડ, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં તે ₹32.87 કરોડ હતું, 22.83%ની વાર્ષિક વૃદ્ધિ
EBITDA માર્જિન 18.46%, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં તે 15.79% હતુ, 267 બીપીએસની વાર્ષિક વૃદ્ધિ
કર બાદનો નફો ₹4.25 કરોડ, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં તે ₹1.00 કરોડ હતો, 326.07% વાર્ષિક વૃદ્ધિ
કર બાદ નફા માર્જિન 1.94%, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં તે 0.48% હતુ, 146 બીપીએસની વાર્ષિક વૃદ્ધિ
શેર દીઠ કમાણી ₹3.61, તેની સામે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં તે ₹0.85 હતી, 324.71%ની વાર્ષિક વૃદ્ધિ
કુલ આવક ₹117.97 કરોડ, જેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં તે ₹111.04 કરોડ હતી, 6.25%ની વાર્ષિક વૃદ્ધિ
EBITDA ₹21.38 કરોડ, જેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં તે ₹16.71 કરોડ હતું, 28.01%ની વાર્ષિક વૃદ્ધિ
EBITDA માર્જિન 18.13%, જેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં તે 15.04% હતુ,309 બીપીએસની વાર્ષિક વૃદ્ધિ
કર બાદનો નફો ₹1.72 કરોડ, જેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં તે ₹0.90 કરોડ હતો, 90.72%ની વાર્ષિક વૃદ્ધિ
કર બાદ નફા માર્જિન 1.46%, જેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં તે 0.81%હતુ, 246 બીપીએસની વાર્ષિક વૃદ્ધિ
શેર દીઠ કમાણી ₹1.46, જેની સામે નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં તે ₹0.77 હતી,89.61%ની વાર્ષિક વૃદ્ધિ
પ્રદર્શન પર ટિપ્પણી કરતા, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સંજય ગુપ્તાએ જણાવ્યું, “નાણાકીય વર્ષ 24ના બીજા ત્રિમાસિકમાં અમારૂં પ્રદર્શન એક પ્રશંસનીય સિદ્ધિ છે, જે અમારી વ્યૂહાત્મક પહેલની સફળતા અને ઉચ્ચ કાર્યકારી કાર્યક્ષમતાને અનુરૂપ છે. આશાસ્પદ નાણાકીય આંકડાઓ અમારા વર્તમાન ગ્રાહક સંબંધોની મજબૂતાઈના પુરાવા તરીકે ઊભા છે, જે અમારી નિરંતર સફળતા માટે પાયા તરીકે કામ કરી રહ્યાં છે.
ઉત્કૃષ્ટતા પ્રત્યેની અમારી નિરંતર પ્રતિબદ્ધતા સાથેના અનુસંધાનમાં, અમે અમારા પદચિહ્નનો વિસ્તાર કરવા અને પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે સંભવિત નવા ગ્રાહકો સાથે ચર્ચામાં સક્રિયપણે રોકાયેલા છીએ. ભારતમાં લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં જોવા મળેલી પ્રગતિ અમારા પ્રયાસોમાં આશાવાદની ગહન ભાવનાને દાખલ કરે છે. જેમ જેમ અમે આ ચર્ચાઓને આગળ વધારી રહ્યાં છીએ અને નવી ભાગીદારી બનાવી રહ્યાં છીએ, અમે ઉદ્યોગની વૃદ્ધિ અને સફળતાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવાની અપેક્ષા ધરાવીએ છીએ.
આગળ રહેવા માટેનું અમારૂં સમર્પણ આ સમૃદ્ધ ક્ષેત્રની અંદર વિસ્તરતા ગ્રાહક આધારનો લાભ ઉઠાવવાની અમારી આતુરતામાં પ્રતિબિંબિત થાય છે. ભવિષ્ય પર નજર રાખતા, અમે લોજિસ્ટિક્સ ઉદ્યોગના વિકાસમાં મોખરે રહેવા માટે તૈયાર છીએ અને તેની નિરંતર સફળતામાં નોંધપાત્ર યોગદાન આપવા માટે અમારી શક્તિઓ અને કુશળતાનો લાભ ઉઠાવી રહ્યાં છીએ.”
HDFC બેંક મુદતના આધારે 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પર સામાન્ય લોકોને 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.9 ટકા સુધી વ્યાજ ચૂકવશે. ચાલો તમને એ પણ જણાવીએ કે HDFC બેંકે કયા પ્રકારની જાહેરાત કરી છે.
ONGC Recruitment 2025: ONGC માં જીઓફિઝિસ્ટ અને AEE ની ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જેના માટે ઉમેદવારો ONGC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર્સ તથા કેબલ ઉત્પાદક આરઆર કાબેલ અમદાવાદમાં તેની કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ 2024ના વિજેતાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.