વેરાવળમાં શ્રી લોહાણા બોડિઁગ ખાતે આયુષ મેળો યોજાયો
આયુષ મેળામાં આર્યુવેદિક ઓપીડી, યોગ પ્રાણાયામ, અગ્નિકર્મ, ઉકાળા વિતરણ સહિતનો અંદાજીત ૩૦૦૦ લાભાર્થીઓએ લીધો લાભ.
ગીર સોમનાથ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર માર્ગદર્શીત નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર હેઠળ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ - ૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે , જિલ્લા આયુર્વેદ શાખા, ગીર સોમનાથ દ્વારા આયોજીત ‘હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ'થીમ પર અઢીયા હોલ શ્રી લોહાણા બોડિઁગ વેરાવળ ખાતે “આયુષ મેળા” આયુષ મેળાનું આયોજન કરાયુ હતુ.જેમા ૩૦૦૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.આયુષ મેળામાં ,આર્યુવેદિક ઓપીડી,યોગ પ્રાણાયમ પેકટીકલ,અગ્નિકર્મ, ઉકાળા વિતરણ સહિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ તકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પ્રાચીનકાળની આ ચિકિત્સા પદ્ધતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં આર્યુવેદિકને વધારે મહત્વ આપીને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને આયુષ મેળાના માધ્યમથી લોકો સુધી પહોચાડવાનુ કાર્ય કરવામાં આવ્યુ છે.
તાલાલાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે બરડાથી ગીર સુધીનો વિસ્તાર ઔષધીય વનસ્પતિઓ નો ભંડાર છે તેથી લોકો આર્યુવેદિકનું મહત્વ સમજી અને વધારેમાં વધારે લોકો આર્યુવેદથી મહત્વ સમજી વધારેમાં વધારે લોકો આયુષ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વિજયસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આપણો વારસો છે તેને જન સુધી આ આયુષ મેળાઓના માધ્યમથી લઈ જવાનો છે આ સાથે આર્યુવેદિક ચિકિત્સા પદ્ધતિઓની માહિતી આપી હતી.
આ આયુષ મેળામાં આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા નાડી તથા પ્રકૃતિ પરિક્ષણ ,હોમિયોપોથી નિદાન સારવાર ચાટ પ્રદર્શન, દિન ચર્ચા વિરુદ્ધ આહાર વગેરેની ચાર્ટ દ્વારા સરળ સમજૂતી, પુરુષ અને સ્ત્રી યોગ શિક્ષકો દ્વારા યોગ અંગેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન ,પંચકર્મની વિવિધ સારવાર અંગેની સરળ ભાષામાં સમજૂતી અને માર્ગદર્શન સહિતની વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવી હતી.અને આયુર્વેદની રસપ્રદ માહિતી પુસ્તિકાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ મેળામાં અંદાજીત ૩૦૦૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.જેમા ઉકાળા વિતરણમાં ૧૨૦૦ ડોઝ, આયુર્વેદિક ઓપીડીમાં ૪૨૩, હોમિયોપેથીક ઓપીડીમાં ૩૫૪, આર્સેનિક આલ્બમમાં ૧૩૦૦ ડોઝ,યોગ પ્રાણાયમ પેકટીકલમાં ૧૩૪,સુવર્ણપ્રાશન, પ્રકૃતિ પરિક્ષણ ,અગ્નિકર્મમાં ૩૩૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, કાઉન્સિલર શ્રીમતી ભારતીબેન ચંદ્રાણી, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના હેલ્થ ઓફિસર શ્રી ચૌધરી, ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી મયંક પટેલ,આર્યુવેદિક ડો.સહિતના કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.