છોટાઉદેપુર લોકસભા વિસ્તારના રામભક્તોને લઈને અયોધ્યા જવા વડોદરાથી આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના
રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.
વડોદરા : સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર લોકસભા વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં વડોદરાના રેલવે સ્ટેશન ખાતેથી અયોધ્યા જતી શ્રદ્ધાળુઓ સાથેની આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી ભીખુસિંહ પરમારે સૌ રામભક્તોને દર્શનનો લ્હાવો મળવા બદલ અભિનંદન પાઠવીને ‘જય શ્રી રામ’ના નારાનો જયઘોષ બોલાવ્યો હતો. ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરીને શુભયાત્રાની શુભેચ્છાઓ આપી હતી.
અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આંનદ છલકાઈ રહ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો.
આ પ્રસંગે અગ્રણીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, ડી. આર. એમ. શ્રી સહિત રેલવે સ્ટાફ તેમજ અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં ઘાતક ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે.
સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં આવેલી AM/NS ઈન્ડિયા કંપનીમાં વર્ષના અંતિમ દિવસે એક દુ:ખદ આગની ઘટના બની.
નવા વર્ષના તહેવારો પૂર્વે, અમદાવાદની ઇસનપુર પોલીસે ગેરકાયદેસર વેચાણના સંબંધમાં બે વ્યક્તિઓની ધરપકડ કરીને, માદક દ્રવ્યોના ઇન્જેક્શનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.