NEPની જોગવાઇઓ અનુરૂપ IIM સંબલપુરે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝના સહયોગથી નવા વૈકલ્પિક ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામની જાહેરાત કરી
દેશમાં નવી જનરેશનની IIMમાં સૌથી વિશ્વસનીય અને પ્રીમિયમ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પૈકીની એક – IIM,સંબલપુરે નવી દિલ્હીમાં તેનું કેમ્પસ શરૂ કરવાની જાહેરાત કરી છે, દક્ષિણ દિલ્હીના વસંત કુંજ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ઇન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ (ISID) કેમ્પસ સ્થિત એક સુવ્યવસ્થિત અને ઉત્તમ પરિસર રહેશે.
નવી દિલ્હી : દેશમાં નવી જનરેશનની આઇઆઇએમમાં સૌથી વિશ્વસનીય અને પ્રીમિયમ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પૈકીની એક – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સંબલપુરે નવી દિલ્હીમાં તેનું કેમ્પસ શરૂ કરવાની જાહેરાત કરી છે. નવું કેમ્પસ દક્ષિણ દિલ્હીના વસંત કુંજ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ઇન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ (ISID) કેમ્પસ સ્થિત એક સુવ્યવસ્થિત અને ઉત્તમ પરિસર રહેશે. IIM સંબલપુરે ISIDના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથ-સાથે તેના ફેકલ્ટીઝને આકર્ષિત કરતાં નવા ISID પરિસરમાં મેનેજમેન્ટમાં ટૂંકા અને લાંબાગાળાના એક્ઝિક્યુટિવ અને બીજા પ્રોગ્રામનું સંચાલન કરવાની પણ યોજના તૈયાર કરી છે. તેનો ઉદ્દેશ્ય વર્કિંગ પ્રોફેશ્નલ, એક્ઝિક્યુટિવ અને ઉદ્યોગસાહસિકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે કે જેઓ તેમના સંબંધિત વ્યવસાય અથવા પ્રોફેશનને આગળ ધપાવવા ઉપરાંત પ્રીમિયમ આઇઆઇએમમાં વિકેન્ડ દરમિયાન આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝમાંથી ડ્યુઅલ ડિગ્રીના વિકલ્પ સાથે મેનેજમેન્ટ સ્ટડી કરવા માગે છે.
ભારત સરકારના શિક્ષા રાજ્યમંત્રી ડો. સુભાષ સરકારે આ પ્રસંગે કહ્યું હતું કે, “દેશમાં સ્ટાર્ટ-અપ સંબંધિત ઇકોસિસ્ટમને સપોર્ટ કરવાની દિશામાં લેવાયેલા મહત્વપૂર્ણ પગલા બદલ હું આઇઆઇએમ સંબલપુરને અભિનંદન પાઠવું છું. IIM સંબલપુરનો લોગો તેના માળખાકીય સિદ્ધાંતો અને આદર્શો એટલેકે ઇનોવેશન, ઇન્ટિગ્રેશન અને ઇન્ક્લુઝિવનેસને સંપૂર્ણપણે પ્રદર્શિત કરે છે. IIM સંબલપુર તેના મૂળભુત મૂલ્યોની સાથે એવાં ભાવિ લીડર્સ તૈયાર કરશે કે જેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉદ્યોગસાહસિકતાના જુસ્સાની સાથે-સાથે ટકાઉપણાની દિશામાં આગળ વધવાનો હશે. મને આશા છે કે આ એક્ઝિક્યુટિવ એમબીએ પ્રોગ્રામ અનેક ભાવિ લીડર્સને એવું વિઝન પ્રદાન કરશે કે જેના દ્વારા વૈશ્વિક દ્રષ્ટિકોણની સાથે સમસ્યાઓનો ઉકેલ લાવી શકાશે.”
જી20 સેમિનાર સાથે તેને જોડતાં આઇઆઇએમ સંબલપુરના ડાયરેક્ટર ડો. મહાદેવ જયસ્વાલે કહ્યું હતું કે, “આઇઆઇએમ સંબલપુરને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના 3.0 વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે કારણકે તે મુખ્યત્વે ત્રણ સ્તંભ – ઇનોવેશન, ઇન્ટિગ્રેશન અને ઇન્ક્લુઝિવનેસ ઉપર આધારિત છે. આ થર્ડ-જનરેશન આઇઆઇએમ છે, જે ત્રણ પ્રાથમિક મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે – ટિચિંગ, રિસર્ચ અને ઇન્ક્યુબેશન. આઇઆઇએમ સંબલપુર એકમાત્ર આઇઆઇએમ છે, જ્યાં અમે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સમાન સંખ્યાનો બેન્ચમાર્ક નિર્ધારિત કર્યો છે. આજે તે એક ટ્રેન્ડ બની ગયો છે. આઇઆઇએમ સંબલપુરે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સંબલપુર અને ઓડિશાના બીજા ક્ષેત્રોના 30,000 વિશ્વ-સ્તરીય વણકરોના ઉત્પાદોને અપમાર્કેટ એક્સેસ પ્રદાન કરવા માટે ‘weaversvallys.com’ નામના પ્રોજેક્ટની જાહેરાત કરી છે. અમે ફ્લિપકાર્ટ અને સિડબી સાથે પણ એમઓયુ કર્યાં છે.”
નવા કેમ્પસ અને નવા કોર્સ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે, “અમે દિલ્હીમાં અમારા નવા કેમ્પસના પ્રારંભની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ. સંસ્થા સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની તથા પરિવર્તન લાવવા સક્ષમ પ્રોફેશ્નલના એક સમૂહને બળ આપવાની તથા સંગઠનોને સફળતા તરફ લઇ જવા સમર્પિત છે. આ નવા કેમ્પસ સાથે અમારો ઉદ્દેશ્ય સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશ્નલ્સને એક પ્રીમિયમ આઇઆઇએમ દ્વારા વિશ્વસ્તરી મેનેજમેન્ટનું શિક્ષણ પ્રદાન કરવાના અમારા મિશનને આગળ ધપાવવાનો છે. અમે દિલ્હીમાં અમારા નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશ્નલ્સનું સ્વાગત કરવા ઉત્સુક છીએ.”
આઇઆઇએમ સંબલપુરે વિશેષરૂપે વર્કિંગ પ્રોફેશ્નલ, સ્ટ્રેટેજીક લીડર્સ અને ન્યૂનતમ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉદ્યોગસાહસિકો માટે બે વર્ષ માટે એક નવા હાઇબ્રિડ એમબીએ પ્રોગ્રામની પણ જાહેરાત કરી છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિની નવી જોગવાઇઓ અનુસાર આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ પાસેથી ડ્યુઅલ ડિગ્રી મેળવવાના વિકલ્પ સાથે પ્રોગ્રામને હાઇબ્રિડ મોડમાં રજૂ કરવામાં આવે છે. આ કોર્સ આઇઆઇએમ સંબલપુરના દિલ્હી કેન્દ્રના આઇએસઆઇડી કેમ્પસમાં વિકેન્ડ ઉપર આયોજિત કરાશે. સહભાગીઓને શિક્ષણ પ્રદાન કરવા માટે ફ્લિપ્ડ ક્લાસરૂમ, લેક્ચર, કેસ ડિસ્કશન, પ્રોજેક્ટ વર્ક, ટર્મ પેપર, રોલ-પ્લે, સેમિનાર પ્રેઝન્ટેશન, અસાઇનમેન્ટ, મેનેજમેન્ટ ગેમ્સ અને સિમ્યુલેશનના એક યોગ્ય હાઇબ્રિડ મોડનો ઉપયોગ કરાશે, જેથી તેઓ પોતાની જાતને ઇનોવેટિવ ભાવિ લીડર્સમાં તબદીલ કરી શકે.
દેશના રાજધાની દિલ્હીમાં બે વર્ષનો એમબીએ ડિગ્રી પ્રોગ્રામ, જેમાં સોરબોન બિઝનેસ સ્કૂલ, પેસિસ, ફ્રાન્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ કન્સોર્ટિયમ (આઇઆઇઇ), પેરિસ, ફ્રાન્સ અને બોર્ડેઅક્સ, યુનિવર્સિટી, ફ્રાન્સની ડ્યુઅલ ડિગ્રીનો વિકલ્પ છે
ઇન્ટરનેશનલ ઇન્ફર્મેશન પ્રોગ્રામ
ટોચની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્કૂલ સાથે જોડાયેલા કોર્પોરેટ અને ફેકલ્ટીઝ સાથે ચર્ચા
પ્રભાવશાળી કનેક્શન વિકસાવવાની તક
આઇઆઇએમ સંબલપુરના પૂર્વ વિદ્યાર્થીનું સ્ટેટસ
ઉદ્યોગસાહસિકતા ઓરિએન્ટેશન સાથે મજબૂત અને અત્યાધુનિક અભ્યાસક્રમ
ફ્લિપ્ડ ક્લાસરૂમ સિસ્ટમ
વિવિધ નાગરિકતા ધરાવતા લોકો વચ્ચે વિવિધતા ઉપર ધ્યાન આપવાની તક
ડિજિટલ સ્ટ્રેટેજી અને પ્રોડક્ટ મેનેજમેન્ટ, આંત્રપ્રિન્યોરલ ઇનોવેશન અને ફંક્શનલ ડોમેશમાં નિપૂંણતા
આમ દિલ્હીમાં આઇઆઇએમ સંબલપુરના નવા કેમ્પસનો પ્રારંભ પોલિસી રિસર્ચ અને ક્ષમતા નિર્માણ સંબંધિત પ્રવૃત્તિઓની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માની શકાય છે. આ કેમ્પસમાં ઇન્ક્યુબેશન સેન્ટર પણ છે, જે દેશમાં ઇનોવેટિવ આંત્રપ્રિન્યોરશીપ સિસ્ટમને પ્રોત્સાહન આપે છે.
પ્રીમિયમ લો-વોલેટિલિટી ગ્રેડ માટે ઓસ્ટ્રેલિયા મૂળના સ્પોટ કોકિંગ કોલના ભાવમાં 2024માં 12 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે આયર્ન ઓરના ભાવમાં આ સમયગાળા દરમિયાન 9-10 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
કારોબારી દિવસે ભારતીય શેર બજાર સપાટ ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી, પીએસયુ બેંક, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, રિયાલિટી અને મીડિયા સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.
આજની તારીખે, 7 જાન્યુઆરી, 2025 સુધી, ભારતના તમામ મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે.