નવકાર કોર્પોરેશન લિમિટેડમાં બહુમતી હિસ્સાનું હસ્તાંતરણ
જેએસડબલ્યુ ગ્રૂપનો હિસ્સો અને ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (“કંપની”)એ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની જેએસડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“અધિગ્રહણકર્તા”) દ્વારા નવકાર કોર્પોરેશન લિમિટેડ (“નવકાર”)માં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપના 70.37 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટેની સંમતિ દર્શાવી છે.
મુંબઇ : જેએસડબલ્યુ ગ્રૂપનો હિસ્સો અને ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (“કંપની”)એ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની જેએસડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“અધિગ્રહણકર્તા”) દ્વારા નવકાર કોર્પોરેશન લિમિટેડ (“નવકાર”)માં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપના 70.37 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટેની સંમતિ દર્શાવી છે. બંન્ને પક્ષો વચ્ચે આવશ્યક નિશ્ચિત કરારો ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.
આ હસ્તાંતરણની પૂર્ણતા અમુક નિયમનકારી સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરીઓની પ્રાપ્તિ અને અગાઉની ઓળખાયેલી શરતોની પૂર્ણતાને આધીન છે.
· સોમાટને, પનવેલ ખાતે એક કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (સીએફએસ) અને ગતિ શક્તિ કાર્હો ટર્મિનલ તેમજ અજીવલી, પનવેલ ખાતે બે સીએફએસ
· ગુજરાતના મોરબી ખાતે એક ઇનલેન્ડ કન્ટેનર ડેપો (આઇસીડી). આઇસીડી મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક (એમએમએલપી)નો હિસ્સો છે.
નવકાર પાસે કેટેગરી 1 અને કેટેગરી 2 કન્ટેનર ટ્રેન ઓપરેટર લાઇસન્સ પણ છે. નવકારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેની સુવિધાઓ સાથે પશ્ચિમ ભારતના ઔદ્યોગિક ક્ષેત્રોમાં મજબૂત ઉપસ્થિતિ સ્થાપી છે તેમજ તેના સર્વિસ નેટવર્કને સમગ્ર ભારતમાં વિસ્તારવા માટે તેની રેલવે ક્ષમતાઓનો લાભ લીધો છે.
આ હસ્તાંતરણ પોર્ટ અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઓર્ગેનિક અને ઇન-ઓર્ગેનિક તકોને આગળ વધારવાની કંપનીની રણનીતિને અનુરૂપ છે. આ હસ્તાંતરણની સાથે કંપની લોજિસ્ટિક્સ અને બીજી મૂલ્યવર્ધિત સેવાઓમાં પ્રવેશ કરશે. તે બિઝનેસને તેના ગ્રાહકોને સારી પોર્ટ કનેક્ટિવિટી અને સુવ્યવસ્થિત સપ્લાય ચેઇન સોલ્યુશન પ્રદાન કરવાની સુવિધા આપશે.
આ હસ્તાંતરણ અંતિમ માઇલ કનેક્ટિપિટી માટે એક કાર્યક્ષમ સમગ્ર ભારતમાં લોજિસ્ટિક્સ નેટવર્કના નિર્માણ અને વિસ્તરણના કંપનીના લાંબાગાળાના દ્રષ્ટિકોણની દિશામાં ઉઠાવવામાં આવેલું પ્રથમ કદમ છે. આ ઉપરાંત તે ભારતના મજબૂત આર્થિક ફંડામેન્ટલથી પ્રેરિત પોર્ટ-સંબંધિત કન્ટેનર કાર્ગોમાં કંપનીની હિસ્સેદારી વધારવાની વિકાસ રણનીતિનું પૂરક છે.
પ્રસ્તાવિક ટ્રાન્ઝેક્શનના પરિણામ સ્વરૂપે હસ્તાંતરણ કરનારે સેબી રેગ્યુલેશન એક્ટ, 2011ને અનુરૂપ એક ઓપન ઓફર કરવાની રહેશે. જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડે આ ટ્રાન્ઝેક્શન માટે કંપનીના એક્સક્લુઝિવ ફાઇનાન્સિયલ એડવાઇઝર તરીકે કામ કર્યું છે.
સોમવારે ભારતીય શેરબજાર અને ચલણને ભારે ફટકો પડ્યો, જે તાજેતરના બજેટના આફ્ટરશોક્સ અને વધતા વૈશ્વિક વેપાર તણાવથી પીડાઈ રહ્યો હતો.
બજેટ 2025 રજૂ થયા પછી, લોકસભામાં ઉષ્મા અને પ્રશંસાનો ક્ષણ જોવા મળ્યો, કારણ કે મંત્રીઓ અને સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને જન કલ્યાણલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે તેમની બેઠક પર ગયા, જેનાથી આ પ્રસંગ વધુ ખાસ બન્યો.
બજેટ 2025 માં, વીમા ક્ષેત્રને બૂસ્ટર ડોઝ આપવા માટે કામ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે.