અદાણી ઈલેક્ટ્રિસિટીએ 100% ક્લીન એનર્જી પૂરી પાડી ઈતિહાસ રચ્યો!
દિવાળીને ‘ગ્રીન અને ક્લીન’ બનાવવા અદાણી ઈલેક્ટ્રીસીટીએ મહત્વપૂર્ણ પર્યાવરણીય પહેલ કરી ઈતિહાસ રચ્યો છે.
દિવાળીને ‘ગ્રીન અને ક્લીન’ બનાવવા અદાણી ઈલેક્ટ્રીસીટીએ મહત્વપૂર્ણ પર્યાવરણીય પહેલ કરી ઈતિહાસ રચ્યો છે. પ્રકાશપર્વે માયાનગરી મુંબઈને અદાણી ઇલેક્ટ્રિસિટીએ 100% ક્લીન વીજળી પૂરી પાડી 1.2 કરોડ લોકોને સમાવતા 30 લાખ ઘરો/સંસ્થાઓને સ્વચ્છ પ્રકાશ ઉર્જાથી જગમગાવ્યા છે. આ પહેલને ટકાઉ ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
પાવર સેક્ટરમાં અગ્રણી અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડે (AEML) દિવાળી દરમિયાન સંપૂર્ણ રિન્યુએબલ વીજળી પૂરી પાડીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 12 નવેમ્બરના રોજ, સવારે 10 કલાકથી લઈને બપોરે 2 કલાક સુધી કંપનીએ સૌર અને પવન જેવા રિન્યુએબલ એનર્જી આધારિત સ્ત્રોતોથી ગ્રાહકોને વીજળી પૂરી પાડી છે. તહેવારોની સિઝનમાં સતત 4 કલાક સુધી મહાનગર સ્વચ્છ ઉર્જાથી સંચાલિત રહ્યું હતું.
અદાણી ઈલેક્ટ્રીસિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ઇતિહાસમાં સૌપ્રથમ વખત 12 મિલિયનથી વધુ મુંબઈગરાઓના 3 મિલિયન ઘરો અને સંસ્થાઓને સંપૂર્ણપણે "સ્વચ્છ" રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતો દ્વારા વિજળી પૂરી પાડવામાં આવી છે. આ સ્મારક સિદ્ધિ ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે અમારું સમર્પણ દર્શાવે છે.”
2023માં કંપનીએ નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ગ્રાહકોની 38 ટકા વીજળીની જરૂરિયાતો સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 2027 સુધીમાં AEML 60 ટકાનું રિન્યુએબલ ઉર્જા આધારિત વીજળી પૂરી પાડવા આગળ વધી રહી છે. AEML ભારતમાં સૌથી વિશાળ કાર્યક્ષમ વીજ વિતરણ નેટવર્ક ધરાવે છે. અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કંપની 99.99 ટકા વિશ્વસનીયતા સાથે 2000 મેગાવોટ પાવર માગને પહોંચી વળવા કાર્યરત છે.
દિવાળીની ઉજવણીમાં નવીનીકરણીય ઉર્જાનો સમાવેશ વાતાવરણમાં સ્વચ્છતા માટે મહત્વનું યોગદાન આપે છે. એટલું જ નહીં, આ અભિગમ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના મહત્વ વિશે લોકજાગૃતિ વધારવામાં પણ ખૂબ જ મદદરૂપ નીવડશે.
આજે, BSE સેન્સેક્સ 7.51 પોઈન્ટ (0.01%) ઘટીને 74,332.58 પર બંધ થયો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 7.80 પોઈન્ટ (0.03%) ના નજીવા વધારા સાથે 22,552.50 પોઈન્ટ પર બંધ થયો.
રશિયા પાસેથી અશ્મિભૂત ઇંધણની આયાતમાં ચીન 235 અબજ યુરો (તેલ માટે 170 અબજ યુરો, કોલસા માટે 34.3 અબજ યુરો અને ગેસ માટે 30.5 અબજ યુરો) સાથે આગળ રહ્યું. CREA અનુસાર, ભારતે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, 2 માર્ચ, 2025 થી ત્રણ વર્ષમાં રશિયા પાસેથી કુલ 205.84 બિલિયન યુરોના અશ્મિભૂત ઇંધણ ખરીદ્યા છે.
બુધવારે પણ બજાર લીલા નિશાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું અને મોટા વધારા સાથે બંધ થયું. સતત 10 દિવસ સુધી ઘટાડા સાથે બંધ રહ્યા પછી, બુધવારે બજારે વધારા સાથે કારોબાર પૂર્ણ કર્યો. જે પછી આજે ફરી એકવાર બજારમાં તેજી જોવા મળી અને તે સારા વધારા સાથે બંધ થયું.