અદાણી એનર્જી સોલ્યુશન્સ 7 GW રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન ટ્રાન્સમિશન નેટવર્ક નિર્માણ કરશે
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. ૩૫ વર્ષના સમયગાળાની માલિકી,નિર્માણ, જાળવણી માટે ટ્રાન્સમિશન પ્રોજેકટ સંભાળશે.
અમદાવાદ : વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ આજે જણાવ્યું હતું કે તેને PFC કન્સલ્ટિંગ લિ. (PFCCL) પાસેથી હલવડ ટ્રાન્સમિશન લિમિટેડના સંપાદન માટેનો ઇરાદા પત્ર (LoI) પ્રાપ્ત થયો છે.
ખાવડાના રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી ૭ ગિગાવોટ રીન્યુએબલ એનર્જી PFCCL દ્વારા ખાવડા RE પાર્કમાંથી 7 GW રિન્યુએબલ એનર્જી (RE) બહાર કાઢવા માટે ખાસ ઉદ્દેશથી સ્થાપવામાં આવેલ SPV હલવડ ટ્રાન્સમિશન લિ.ને એ ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) પ્રક્રિયા દ્વારા અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ હસ્તગત કર્યું છે અને તે 24 મહિનામાં BOOM (બિલ્ડ, ઓન ઓપરેટ અને મેન્ટેન) ધોરણે શરુ કરશે.
ગુજરાતના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો 30,000 મેગાવોટની ગ્રીન એનર્જીની ઉત્પાદન ક્ષમતા ધરાવતો રીન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. રાષ્ટ્રીય ગ્રીડનો એક ભાગ એવી હળવદ ટ્રાન્સમિશન લાઇન ગુજરાતમાં પણ ખાવડા સાથે હળવદને જોડીને ૭ ગિગાવોટ રીન્યુએબલ એનર્જી બહાર કાઢવામાં મદદ કરશે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.૩૫ વર્ષના સમયગાળા માટે ૩૦૧ કિમી (656રકીટ ક\ી.મી.) થી વધુ ટ્રાન્સમિશન પ્રોજેક્ટના નિર્માણ, માલિકી, સંચાલન અને જાળવણી માટે આશરે રૂ. ૩,000 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટમાં 2x330 MVAr બસ રિએક્ટર સાથે 765 kV હળવદ સ્વિચિંગ સ્ટેશન અને હળવદ ખાતે લાકડિયા-અમદાવાદ 765 kV D/c લાઇનની લાઇન-ઇન અને લાઇન-આઉટનો સમાવેશ થાય છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, કંપની સરકાર અને રિન્યુએબલ એનર્જીના ડેવલપર્સ સાથે ભાગીદારી કરવા સંકલ્પબદ્ધ છે જેથી ઉત્પાદન કરતા પ્રદેશોમાંથી રિન્યુએબલ એનર્જીનો કાર્યક્ષમ રીતે નિકાલ કરવામાં આવે. ૭ ગિગાવોટનો આ પ્રોજેક્ટ ગ્રાહકોને વધારાની રિન્યુએબલ એનર્જી ઉપલબ્ધ કરાવવામાં મહત્વનો ભાગ બનવા સાથે આગળ વધશે. તેમણે કહ્યું કે કંપની ઓછામાં ઓછી પર્યાવરણીય અસર સાથે આ પ્રોજેક્ટને શરૂ કરવા માટે નવીનતમ તકનીકનો ઉપયોગ કરશે.
આ પ્રોજેક્ટ હાંસલ થવાના પરિણામે અદાણી એન:જી સોલ્યુશન્સ લિ. ની બજારના ટોચના એક અગ્રણી તરીકેની સ્થિતિ મજબૂત થઇ છે અને તેનું ઇન્સ્ટોલ કરેલ અને અંડર-કમિશનિંગ નેટવર્ક 20,518 સરકીટ અને 53,161 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સુધી પહોંચી ગયું છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.