અદાણી ફાઉન્ડેશને ચેરમેનના જન્મદિવસે સાંઘીપુરમ ખાતે મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદ : ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ અદાણી ફાઉન્ડેશન સાથે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસે ગુજરાતના સાંઘીપુરમ પ્લાન્ટ ખાતે અદાણી મેડિકલ સેન્ટરના ઉદ્ઘાટન કરતાં ગૌરવ અનુભવે છે. આ સેન્ટર અબડાસા અને લખપત બ્લોક્સના અંતરિયાળ ગામોના રહીશો માટે પાયાની હેલ્થકેર સુવિધાઓ પૂરી પાડવા માટે પૂરેપૂરી રીતે સજ્જ છે.
અમદાવાદ : ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ અદાણી ફાઉન્ડેશન સાથે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસે ગુજરાતના સાંઘીપુરમ પ્લાન્ટ ખાતે અદાણી મેડિકલ સેન્ટરના ઉદ્ઘાટન કરતાં ગૌરવ અનુભવે છે. આ સેન્ટર અબડાસા અને લખપત બ્લોક્સના અંતરિયાળ ગામોના રહીશો માટે પાયાની હેલ્થકેર સુવિધાઓ પૂરી પાડવા માટે પૂરેપૂરી રીતે સજ્જ છે. આ ગામોના રહીશોને અત્યાર સુધી આવી સુવિધાઓનો કદી લાભ મળ્યો ન હતો.
મેડિકલ સેન્ટરમાં ડોક્ટર્સની ટીમ, પ્રતિબદ્ધ પેરામેડિકલ સ્ટાફ હશે અને તેમાં ડિફાઇબ્રિલેટર, ઈસીજી મશીન, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, મેલ અને ફિમેલ વોર્ડ્સ અને વિવિધ બ્લડ તથા લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ હાથ ધરવા માટે લેબોરેટરી જેવી તમામ જરૂરી ડાયગ્નોસ્ટિક સુવિધાઓ સાથેનો ઇમર્જન્સી ટ્રોમા રૂમ હશે. આ પ્રદેશમાં સાપ કરડવાની ઘટનાઓ બનતી રહે છે એટલે સેન્ટરમાં ઇમર્જન્સી ટ્રીટમેન્ટ માટે વિવિધ પ્રકારના એન્ટી વેનોમ ઇન્જેક્શન્સ પણ હશે.
અદાણી ફાઉન્ડેશને 15 દિવ્યાંગોને ટ્રાઇસિકલ અને વ્હીલચેર્સનું પણ વિતરણ કર્યું હતું, સાંઘીપુરમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો હતો અને કમલા રાની પબ્લિક સ્કૂલ ખાતે મોટી ઊજવણી પણ કરી હતી.
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."