અદાણી ફાઉન્ડેશન દ્વારા કારીગરો સાથે મળીને ભારતીય કળાને પુનઃજીવિત કરવાનો પ્રયાસ
અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ‘સથવારો’ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની વૈવિધ્યસભર કળા અને હસ્તકલાનું પ્રદર્શન કરવામાં આવ્યું.
અમદાવાદ : અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ‘સથવારો’ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની વૈવિધ્યસભર કળા અને હસ્તકલાનું પ્રદર્શન કરવામાં આવ્યું. ઉદઘાટન આવૃત્તિના કાર્યક્રમમાં દેશભરના 20 સ્વ-સહાય જૂથો (SHGs) અને કારીગરો દ્વારા બનાવેલા ઉત્પાદનોની પ્રેરણાદાયી શ્રેણી દર્શાવવામાં આવી હતી. કારીગરોને સશક્ત બનાવવા અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવા આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં કારીગરો અને ગ્રાહકો વચ્ચેના અંતરને દૂર કરતું પ્લેટફોર્મ પુરું પાડવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશનનો ઉદ્દેશ ટકાઉ આજીવિકા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.
આ પ્રદર્શન સહ મેળામાં મધ્ય પ્રદેશના સિંગરૌલીની સિક્કી હસ્તકલાથી લઈને ગુજરાતના મુન્દ્રાની સુફ કળા પ્રદર્શિત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની વાર્લી કળા અને તામિલનાડુના કટ્ટુપલ્લીની તાડના પાંદડાના ઉત્પાદનો તેમજ કેરળના વિઝિંજમના નારિયેળના શેલથી બનેલી ચીજવસ્તુઓએ ભારે આકર્ષણ જગાવ્યું હતું. આ પ્રદર્શનને મુલાકાતીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો.
સ્ટોલ પર ગ્રાહકોને સિક્કી પેઇન્ટિંગની કળા સમજાવતી ઉષા ગર્વની લાગણી અનુભવે છે. તે હંમેશા પોતાના દમ પર કંઈક કરવા માંગતી હતી અને સથવારો પહેલે તેના સપનાને પાંખો આપી છે. ઉષા જણાવે છે કે " સિક્કી ઘાસના સોનેરી દાંડીમાંથી બનતા કાગળમાંથી બનાવેલી એક અદભૂત હસ્તકલા છે, જે મહિલાઓ જાતે બનાવે છે. ફાઉન્ડેશનના સમર્થનથી અમારુ જૂથ લાભ મેળવતા એકમમાં પરિવર્તિત થશે". બે દિવસીય ઈવેન્ટમાં મહિલાઓ અને કલકારોં એ બહુમૂલ્ય રૂ. 6,50,000 નો બિઝનેસ કર્યો અને અદાણી ગ્રુપના કર્મચારીઓ સહિત મુલાકાતીઓમાં લુપ્ત થતી કળા વિશે જાગૃતિ ઊભી કરી.
સથવારો મેળાએ રોગન આર્ટ જેવી કળાને સ્થાન આપ્યું જેનાં મૂળ કચ્છમાં રહેલા છે. આ પરંપરાગત કાપડ તકનીકમાં એરંડા આધારિત પેઇન્ટનો ઉપયોગ કરીને ફેબ્રિક પર જટિલ અને રંગબેરંગી પેટર્ન બનાવવામાં આવે છે. કમનસીબે આ ઉત્કૃષ્ટ કળા લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહી છે કારણ કે માત્ર એક જ કુટુંબે તે બનાવવાનું ચાલુ રાખ્યું છે.
ઓટોમેકર્સ 2025માં બે ડઝનથી વધુ નવા મોડલ રજૂ કરવાની યોજના સાથે વૈભવી કાર સેગમેન્ટમાં વધુ વૃદ્ધિ થવાની અપેક્ષા છે. અહેવાલમાં જણાવાયું છે કે જો કે ઊંચા આધારને કારણે વૃદ્ધિ દર ધીમો હોઈ શકે છે, ઉદ્યોગ નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે પ્રથમ વખત વેચાણ 50,000 એકમોને વટાવી જશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે, તેથી જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કરી શકે છે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.