અદાણી ગ્રીન એનર્જી ગ્લોબલ સોલાર પીવી વિકાસકાર તરીકે ટોચના ૩માં સામેલ
ભારતની સૌથી મોટી અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પાર્ટનર પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ તાજેતરમાં મેરકોમ કેપિટલ ગ્રૂપના જાહેર થયેલા વાર્ષિક ગ્લોબલ રિપોર્ટમાં બીજા સૌથી મોટા વૈશ્વિક સોલર પીવી વિકાસકાર તરીકે નોંધપાત્ર સ્થાન હાંસલ કર્યું છે.
અમદાવાદ : ભારતની સૌથી મોટી અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પાર્ટનર પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ તાજેતરમાં મેરકોમ કેપિટલ ગ્રૂપના જાહેર થયેલા વાર્ષિક ગ્લોબલ રિપોર્ટમાં બીજા સૌથી મોટા વૈશ્વિક સોલર પીવી વિકાસકાર તરીકે નોંધપાત્ર સ્થાન હાંસલ કર્યું છે.
અહેવાલ મુજબ, રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અદાણી ગ્રીન એનર્જી લિ.એ કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન અને .શ્રેષ્ઠ યોગદાનને કારણે કંપનીએ વિશ્વના અગ્રણી સોલાર પીવી ડેવલપર્સમાં પ્રતિષ્ઠિત બીજો ક્રમ મેળવ્યો છે. 18.1 GW ની પ્રભાવશાળી કુલ સૌર ક્ષમતા સાથે હાલ કાર્યરત, નિર્માણાધીન અને પુરસ્કૃત (PPA-કોન્ટ્રાક્ટેડ) પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેણે વૈશ્વિક સૌર ઉર્જા ક્ષેત્રમાં પોતાની નોંધપાત્ર સ્થિતિને મજબૂત કરી છે.ફ્રાન્સ સ્થિત ટોટલ એનર્જી 41.3 ગીગાવોટની કુલ ક્ષમતા સાથે ટોચ પર બિરાજી છે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી એનર્જીએ હાંસલ કરેલી આ રેન્ક માટે ગૌરવ અને હર્ષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, “અમે મોટા પાયે રિન્યુએબલ ક્ષેત્ર સાથે સંલગ્ન સંપૂર્ણ સ્વદેશી સંકલિત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ અને ગ્રીન હાઇડ્રોજન સોલ્યુશન્સ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ. પોર્ટફોલિયો સ્તરે, અદાણી પોતાની ઉર્જા સંક્રમણ પહેલ પર ૨૦૩૦ સુધીમાં $75 બિલિયનનું કુલ રોકાણ કરી આ સમયગાળા અર્થાત ૨૦૩૦ સુધીમાં 45 GW રિન્યુએબલ એનર્જી પેદા કરવાની ક્ષમતા ધરાવવાના અમારા વિઝનને આગળ વધારશે અને ડીકાર્બોનાઇઝેશનના ભારતના ગ્લાઈડ પાથમાં AGEL દ્વારા આપવામાં આવેલા મહત્ત્વના યોગદાનના સથવારે તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
સ્વચ્છ ઉર્જા સંચાર અને સંશોધન માટેના પ્રતિષ્ઠિત મેરકોમ કેપિટલ સમૂહની પ્રખ્યાત ફર્મે જુલાઈ 2022 થી જૂન 2023 સુધીના સંકલિત ડેટાના આધારે વૈશ્વિક મોટા પાયે ટોચના દસ અગ્રણી સોલર પીવી ડેવલપર્સની રૂપરેખા આપતા તેના અહેવાલ જાહેર કર્યો છે. જેમાં 1 મેગાવોટથી વધુના પ્રોજેક્ટ્સનો ડેટા શામેલ છે. ઉપરાંત કામકાજની ક્ષમતા, બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) સાથેના પ્રોજેક્ટ્સને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
આ રિપોર્ટના સમયગાળા દરમિયાન ટોચના 10 વિકાસકારોએ 145 ગીગાવોટ ક્ષમતાના કાર્યરત, નિર્માણાધિન અને પાવર પરચેઝ એગ્રીમેન્ટપુરસ્કૃત સોલાર પ્રોજેક્ટ્સના યોગદાનના હિસ્સાની વિગતો આપી હતી. જેમાં 49.5 ગીગાવોટ પ્રોજેક્ટ કાર્યરત હતા, 29.1 મેગાવોટ બાંધકામ હેઠળ હતા અને PPA હેઠળ કરારબધ્ધ 66.2 ગીગાવોટ પાઇપલાઇનમાં હતા.
આજની તારીખે, 7 જાન્યુઆરી, 2025 સુધી, ભારતના તમામ મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે.
BSE સેન્સેક્સ આજે 1258.12 પોઈન્ટ ઘટીને 77,964.99 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 388.70 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,616.05 પર બંધ રહ્યો હતો.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડ નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ પૈકીની એક છે, તેણે તેના પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ માટે પ્રત્યેક ₹10/-ના અંકિત મૂલ્ય વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹133/-થી ₹140/- નિર્ધારિત કરી છે.