અદાણી ગ્રુપના AMG મીડિયા નેટવર્ક્સે સમાચાર એજન્સી IANSમાં 50.50% હિસ્સો ખરીદ્યો
એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, AMG મીડિયા નેટવર્ક્સ અને IANS વચ્ચેની આ ડીલ 5.10 લાખ રૂપિયામાં થઈ છે.
નવી દિલ્હી : અદાણી ગ્રૂપની માલિકીની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડે સમાચાર એજન્સી IANS ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું છે કે AMG મીડિયા નેટવર્ક્સે ન્યૂઝ એજન્સી IANSમાં 50.50% હિસ્સો ખરીદ્યો છે.
એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, AMG મીડિયા નેટવર્ક્સ અને IANS વચ્ચેની આ ડીલ 5.10 લાખ રૂપિયામાં થઈ છે.
IANS બોર્ડે શેરના ટ્રાન્સફરને મંજૂરી આપી
આ અધિગ્રહણ કરાર હેઠળ, IANS ના બોર્ડે 15 ડિસેમ્બર 2023 ના રોજ આ સોદાથી સંબંધિત શેરના ટ્રાન્સફરને મંજૂરી આપી હતી. આ સંપાદન સાથે, IANS હવે અદાણી મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL) ની સબસિડિયરી કંપની બનશે. ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે, 'IANSનું તમામ ઓપરેશનલ અને મેનેજમેન્ટ કંટ્રોલ AMNL પાસે રહેશે. AMNL પાસે IANSના તમામ ડિરેક્ટરોની નિમણૂક કરવાનો પણ અધિકાર હશે.
સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, 'AMNL એ IANS અને IANS ના શેરધારક સંદીપ બામઝાઈ સાથે IANS ના સંબંધમાં શેરધારકોના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.' નાણાકીય વર્ષ 2022-23માં IANSની આવક 11.86 કરોડ રૂપિયા હતી.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?