અદાણી વિદ્યા મંદિર, અમદાવાદને 7મી એનવાયસી ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ 2023માં સન્માનિત કરાઈ
અદાણી વિદ્યા મંદિર, અમદાવાદ (એવીએમએ), ને પર્યાવરણ-સભાન શિક્ષણ માટે તેના અનુકરણીય અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. શાળાએ 7મી એનવાયસી ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં ગૌરવપૂર્વક પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીત્યો હતો, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.
અમદાવાદ - અદાણી વિદ્યા મંદિર, અમદાવાદ (એવીએમએ),ને પર્યાવરણ-સભાન શિક્ષણ માટે તેના અનુકરણીય અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. શાળાએ 7મી એનવાયસી ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં ગૌરવપૂર્વક પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીત્યો હતો, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. નોંધનીય છે કે, આ સિદ્ધિ ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ)ના 78મા સેશન સાથે જોડાયેલી છે, જે ટકાઉ શિક્ષણ પ્રત્યે ભારતના અતૂટ સમર્પણ અને પર્યાવરણીય મુદ્દાઓને ઉકેલવાના તેના સક્રિય વલણને પ્રકાશિત કરે છે.
એવીએમએ એ શિક્ષણ સાથે સંકળાયેલા ખર્ચને ઘટાડવા માટે રચાયેલ અસંખ્ય પહેલ શરૂ કરી છે, જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો બંનેને નોંધપાત્ર લાભો મળ્યા છે. ખર્ચમાં બચત કરતા આ પગલાંથી પરિવારોની સમય જતાં બચતમાં વધારો થશે જેનો પછી ઉચ્ચ શિક્ષણ અથવા કારકિર્દીમાં ફેરફાર માટે ઉપયોગ કરી શકાય છે જેનાથી આખરે સમુદાયમાં નોંધપાત્ર હકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન મળશે.
વધુમાં, શાળા તેની અભ્યાસક્રમ-સંકલિત વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ દ્વારા જૈવવિવિધતા પર મજબૂત ભાર મૂકે છે. એવીએમએ પરંપરાગત શૈક્ષણિક અભિગમોથી આગળ વધે છે અને તેના વિદ્યાર્થીઓમાં આપણા ગ્રહ પ્રત્યેની જવાબદારીની ઊંડી ભાવના કેળવે છે. એનવાયસી ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં ઉજવવામાં આવનાર વર્ણનો આ નોંધપાત્ર સિદ્ધિઓને સમાવે છે જેમ કે વૃક્ષારોપણ, કચરો ઘટાડવો અને સંરક્ષણ, પર્યાવરણ માટે જાગૃતતા તથા કામગીરીને પોષવી, ટકાઉ તકનીકો, આબોહવા પરિવર્તન અને ઈકોલોજીકલ સંરક્ષણ પર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, ઈકો ક્લબ્સ, એફએસસીઆઈ માન્યતા સહિત ઈકો-સભાનતા અને ફૂડ સેફ્ટી કમિટીમાં વિદ્યાર્થીઓને સાંકળવા માટેની વાઈબ્રન્ટ ઈકો-ક્લબ્સ અને પ્રોગ્રામ્સ. શાળાએ તેના કેમ્પસને ઇકો-ફ્રેન્ડલી ઓએસિસમાં ફેરવ્યો છે જેમાં સૌર ઊર્જા, વરસાદી પાણીનો
સંગ્રહ અને કચરો વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે: એવીએમએ વરસાદી પાણીના સંગ્રહ અને કાર્યક્ષમ કચરાના વ્યવસ્થાપનનો ઉપયોગ પાણીના સંરક્ષણ અને લેન્ડફિલ અસર ઘટાડવા અને ગ્રીન ગાર્ડન્સ તથા જૈવવિવિધતાના સંરક્ષણ માટે કરે છે.
એવીએમએ એ માન્યતા આપે છે કે ટકાઉપણું એ વિશ્વવ્યાપી પ્રયાસ છે અને ટકાઉ ભવિષ્યને આગળ વધારવા માટે સક્રિયપણે વૈશ્વિક ભાગીદારી અને સહયોગ ઈચ્છે છે. તેણે પહેલેથી જ યુનિસેફ સાથે ભાગીદારી કરી છે અને હાલમાં તે યુનેસ્કો સાથે ભાગીદારી કરવાની પ્રક્રિયામાં છે. આ સહયોગનો હેતુ શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાન, જ્ઞાનની વહેંચણી અને વૈશ્વિક પર્યાવરણીય પડકારોના સમાધાન માટેના સામૂહિક પ્રયાસોને સરળ બનાવવાનો છે.
એવીએમએ એ યુનિસેફ સાથે સહયોગ કરનારી ગુજરાતની એકમાત્ર ખાનગી શાળા છે અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET દ્વારા માન્યતા પ્રાપ્ત અમદાવાદ શહેરની પ્રથમ ખાનગી શાળા છે. શાળાએ ક્લાઈમેટ એક્શન સમિટ 2023માં ભાગ લઈને યુનિસેફ સાથે સહયોગ કર્યો છે. બીજું કે અદાણી વિદ્યામંદિર અમદાવાદના બે વિદ્યાર્થીઓ, અલ્વિના રોય અને ગીતાંશુ ચાવડા (ધોરણ 10), એ બ્રાઝિલ અને ચીનમાં એએફએસ ઈન્ટરકલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે સંપૂર્ણ શિષ્યવૃત્તિ મેળવી છે. ત્રીજું એ કે અદાણી ફાઉન્ડેશન, એનઆઈઆઈઈ ઇન્ટરનેશનલ (એનટીયુ, સિંગાપોરનો ભાગૉ) સાથે ભાગીદારીમાં, એક વ્યાપક એસટીઈએમ
લીડરશીપ પ્રોગ્રામ શરૂ કરવા માટે ટેમાસેક ફાઉન્ડેશન (સિંગાપોર)ના ફેસિલિટેશન હેઠળ હાથ મિલાવ્યા છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી