અદાણી વિલ્મરે ફોર્ચ્યુન ફૂડ્સના 25 વર્ષની ઉજવણી માટે નવા લોગોનું અનાવરણ કર્યું
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે. વર્ષોથી ફોર્ચ્યુન બ્રાન્ડ ખાદ્યતેલ, ઘઉંનો લોટ, રવો, મેંદો, સુજી, બેસન, ચોખા અને કઠોળ સહિતની રસોડામાં આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડતી ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય બ્રાન્ડમાંની એક રહી છે. તેણે પરિવારોને સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તે ભારતીય ઘરોનો અભિન્ન હિસ્સો રહી છે.
ફોર્ચ્યુનનો નવો લોગો બ્રાન્ડની 25 વર્ષની પરંપરા અને સંગાથનો સમન્વય છે. તેની ડિઝાઇન ભારતની રાંધણ પરંપરાઓની સમજ આપે છે. તેમાં ભારતીય ભોજનની સંસ્કૃતિના ઘટકોને સમાવિષ્ટ કરતા લણણીના સાધનો, મીઠાઈઓના આકાર, રસોઈના વાસણોના સ્વરૂપો અને ભારતીય રસોડામાં જોવા મળતી વૈવિધ્યસભર સુગંધ અને ધાર્મિક વિધિઓના સંવેદનાત્મક અનુભવને આવરી લેવાયો છે. ચોખા, શાકભાજી, તેલ, લોટ, ઈડલી, સમોસા, મીઠાઈઓ, વઘાર, રોલિંગ-પીન, મોર્ટાર-અને-પેસ્ટલ, ટિફિન બોક્સ જેવા કેટલાક ચિત્ર-ઘટકો, ભારતીય અનુભવના કેન્દ્રમાં રહેલા રાંધેલા ભોજનને રાખતા રસોઈના માધ્યમો અને પ્રથાઓ નિરૂપણ કરે છે.
આ લૉન્ચ પ્રસંગે અદાણી વિલ્મર લિમિટેડના એમડી અને સીઇઓ અંગશુ મલ્લિકે જણાવ્યું હતું કે, “25 વર્ષથી ફોર્ચ્યુન ફૂડ્સ ભારતીય ઘરોના તાણાંવાણાંમાં વણાયેલું છે અને સમગ્ર દેશના રસોડાઓમાં એક વિશ્વસનીય નામ બની ગયું છે. આ સફર અસાધારણ રહી છે. તેમાં જેમણે અમને તેમના રોજિંદા જીવનનો ભાગ બનવા માટે પસંદ કર્યા છે એવા લાખો પરિવારોના પ્રેમ, વિશ્વાસ અને સહિયારા મૂલ્યોનું પ્રતિબિંબ છે. અમારો લોગો સાધનો, સ્વાદ અને પરંપરાઓ ઉજવતા આ સુંદર સબંધોને આવરી લે છે. અમે રજતજયંતિની ઉજવણી કરીએ છીએ ત્યારે ગુણવત્તા, પોષણ અને ઘરે રાંધવાના ઉમંગ આપવા માટેની નવેસરની પ્રતિબદ્ધતાથી ભાવિ તરફ મીટ માંડી રહ્યાં છીએ તેની સાથે અતીતનો આદર કરીએ છીએ. આ એક સીમાચિહ્ન કરતાં વિશેષ છે. તે પરિવારો તથા ફોર્ચ્યુન વચ્ચેના મજબૂત સબંધોનો પૂરાવો છે..”
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.