અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 20954/20953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 06 જુલાઈથી 27 જુલાઈ 2024 સુધી અમદાવાદથી અને 05 જુલાઈથી 26 જુલાઈ 2024 સુધી એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી એક સામાન્ય શ્રેણી નો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
2. ટ્રેન નંબર 22915/22916 બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 29 જુલાઈ 2024 સુધી બાંદ્રા ટર્મિનસથી અને 02 જુલાઈથી 30 જુલાઈ 2024 સુધી હિસાર થી એક સામાન્ય શ્રેણીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
3. ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 31 જુલાઈ 2024 સુધી વેરાવળથી અને 07 જુલાઈ 2024થી 06 ઓગસ્ટ 2024 સુધી ગાંધીનગરથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
4. ટ્રેન નંબર 19223/19224 ગાંધીનગર કેપિટલ-જમ્મુતાવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનમાં 2 જુલાઈથી 01 ઓગસ્ટ 2024 સુધી ગાંધીનગરથી અને 06 જુલાઈથી 05 ઓગસ્ટ 2024 સુધી જમ્મુતાવીથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.