અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસારથતી ત્રણ જોડી ટ્રેનો માં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનમાં થી ચાલતી/પસાર થતી સાપ્તાહિક ટ્રેનોની ત્રણ જોડીમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનમાં થી ચાલતી/પસાર થતી સાપ્તાહિક ટ્રેનોની ત્રણ જોડીમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે. આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.
1. ટ્રેન નંબર 20954/20953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ માં અમદાવાદથી 07 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર 2023 સુધી અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી 13 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2023 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
2. ટ્રેન નંબર 22915/22916 બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અને હિસારથી 03 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી એક સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
3. ટ્રેન નંબર 20920/20919 અમદાવાદ- એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદ થી અને 04 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2023 સુધી એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
ટ્રેનો ના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,