બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ ટ્રેનનું ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 09473/09474 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલને ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 09473/09474 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલને ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
25મી ડિસેમ્બર, 2024ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 09474 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેન ગાંધીધામ સ્ટેશને 16:50 કલાકે આવશે અને 17:10 કલાકે ઉપડશે. તેવી જ રીતે 26મી ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ - ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેન ગાંધીધામ સ્ટેશને 22:45 કલાકે પહોંચશે અને 23:05 કલાકે ઉપડશે.
ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ - ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09:55 કલાકે ઉપડશે અને અગાઉ સૂચિત 23:30 કલાક (તે જ દિવસે) ને બદલે બીજા દિવસે 00:30 કલાકે ભુજ પહોંચશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
તાજેતરમાં અમદાવાદ સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં થયેલા વિસ્ફોટમાં પેકેજની અંદરની બેટરી ફાટતાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.
અમદાવાદ : હવામાન વિભાગે 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે,
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.