આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે નવો ગેરંટેડ પેન્શન પ્લાન - ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન લોંચ કર્યો
આ પ્લાનથી પોલીસીધારક તેમની નિવૃત્તિ માટે 100 ટકા ગેરંટેડ ભંડોળ એકત્રિત કરી શકે છે, પોલીસી મુદ્દત દરમિયાન સંચિત ગેરંટેડ ઉમેરો તથા પોલીસી મુદ્દતની સમાપ્તિ ઉપર લોયલ્ટી ઉમેરો ઓફર કરે છે, 10 વર્ષ સુધી વેસ્ટિંગ લાભો મુલતવી રાખવાની સુવિધા આપે છે
આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (ABCL)ની લાઇફ ઇન્સ્યોરન્સ પેટા કંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (“ABSLI”) એક વ્યાપક રિટાયર્મેન્ટ સોલ્યુશન ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન લોંચ કરવાની જાહેરાત કરી છે. આ નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ઇન્ડિવિડ્યુઅલ પેન્શન પ્લાન છે, જે પોલીસીધારકોને તેમની નિવૃત્તિનું આયોજન કરવા માટે સક્ષમ કરે છે.
આ પ્લાન 100 ટકા ગેરંટેડ ભંડોળ એકઠું કરવામાં મદદ કરે છે, જેનો ઉપયોગ નિવૃત્તિના વર્ષોમાં અવિરત આવક મેળવવા માટે કરી શકાય છે. ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન ખૂબજ સરળતા અને અનુકૂળતા પ્રદાન કરે છે. આ પ્લાન પોલીસીની મુદ્દત દરમિયાન સંચિત ગેરંટેડ ઉમેરો તથા પોલીસીની મુદ્દત પૂર્ણ થવા ઉપર લોયલ્ટી ઉમેરો ઓફર કરે છે, જેમાં પોલીસી પોલીસી અમલમાં હોવી તથા તમામ પ્રીમિયમ ચૂકવાયા હોવા જરૂરી છે.
આ પ્લાન હેઠળ પોલીસીધારક અપેક્ષિત નિવૃત્તિની ઉંમરે 100 ટકા ગેરંટેડ ભંડોળ એકઠું કરી શકે છે તથા નિવૃત્તિના વર્ષોમાં અવિરત ગેરંટેડ આવકના લાભાર્થી બની શકે છએ. આ પ્લાન વેસ્ટિંગ બેનિફિટને 10 વર્ષ સુધી મુલતવી રાખવાની પણ સુગમતા આપે છે.
ABSLI નિશ્ચિત પેન્શન પ્લાનના લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ કમલેશ રાવે કહ્યું હતું કે, “આપણો દેશ સતત મજબૂત ઝડપી વૃદ્ધિ સાધી રહ્યો છે ત્યારે લોકોના આયુષ્યમાં સતત સુધારો થતો રહેશે તે સ્વાભાવિક છે અને તેથી જ પેન્શન પ્લાનની ભૂમિકા નિર્ણાયક બની રહે છે. અમારી નવી ઓફરિંગ ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન સરળતા અને અનુકૂળતાનું ઉત્તમ મિશ્રણ છે. તે પોલીસીધારકને તેમની જીવનશૈલીની સાથે-સાથે શિસ્તબદ્ધ બચતો કરવાની આદત કેળવવા પ્રેરે છે તેમજ તેમને નિવૃત્તિને આર્થિક રીતે વધુ સુરક્ષિત બનાવવા સશક્ત કરે છે. અમે અમારા ગ્રાહકોને તેમની નાણાકીય જરૂરિયાતો સુરક્ષિત કરવા માટે ટુલ અને સપોર્ટ પૂરો પાડવામાં વિશ્વાસ રાખીએ છીએ અને ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન અમારી કટીબદ્ધતાનો પુરાવો છે.”
ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન પોલીસીધારકને તેમના નિવૃત્તિના લક્ષ્યાંકો અનુરૂપ તેમના પ્લાનને કસ્ટમાઇઝ કરવા સક્ષમ કરે છે, જેમાં તેમને પીપીટી (પ્રીમિયમ પેમેન્ટ ટર્મ) અને પીટી (પોલીસી ટર્મ)ના અનુકૂળ વિકલ્પો મળી રહે છે.
પોલીસીધારક 5, 6, 8, 10, 12 વર્ષ અને નિયમિત પે વિકલ્પોમાંથી તેમને અનુરૂપ પ્રીમિયમ પેમેન્ટ ટર્મના વિકલ્પો પસંદ કરી શકે છે.
સંપૂર્ણ ગેરંટેડ ભંડોળઃ નિવૃત્તિ ઉપર 100 ટકા ગેરંટેડ સંચિત ભંડોળ મેળવો
ગેરંટેડ ઉમેરોઃ તમારી નિવૃત્તિ માટે ભંડોળની રચના માટે પોલીસી મુદ્દત દરમિયાન સમયાંતરે ઉપાર્જન
લોયલ્ટી ઉમેરોઃ તમામ પ્રીમિયમની ચૂકવણી સાથે તમારી નિવૃત્તિના ભંડોળમાં વધારો કરવા પોલીસી મુદ્દતના અંતે ફિક્સ્ડ ટકાવારીનો ઉમેરો
તમારા પોતાના પ્લાનની રચના કરોઃ વિવિધ પેમેન્ટ શરતોની પસંદગી, જે તમારી જરૂરિયાતને અનુરૂપ હોય
જીવન વીમા કવચઃ પોલીસીની મુદ્દત દરમિયાન તમારા પ્રિયજન માટે નાણાકીય સુરક્ષા તથા લાઇફ ઇન્સ્યોરન્સ કવર ઓફર કરે છે ફ્લેક્સિબિલિટીઃ તમે 10 વર્ષ સુધી વેસ્ટિંગ લાભો મુલતવી રાખી શકો છે, જેથી તમારી નિવૃત્તિનું આયોજન તમારા જીવનના લક્ષ્યો સાથે સુસંગત હોવાનું સુનિશ્ચિત કરી શકાય.
ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન મેળવવા મહત્તમ ઉંમર 65 વર્ષ અને લઘુત્તમ ઉંમર 30 વર્ષ છે. લઘુત્તમ વાર્ષિક પ્રીમયમ રૂ. 20,000 છે. વેસ્ટિંગ લાભો મેળવવાની મહત્તમ ઉંમર 75 લાખ છે, જ્યારે કે લઘુત્તમ વેસ્ટિંગ ઉંમર 45 વર્ષ છે. આ પ્લાન સમગ્ર પોલીસી મુદ્દત દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સ કવર ઓફર કરે છે. મૂશ્કેલ સંજોગોમાં આ પ્લાન ઉચ્ચક ડેથ બેનિફિટ નોમિની અથવા વારસદારને આપે છે, જે માટે પોલીસી અમલમાં હોવી જરૂરી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શેરબજારના રોકાણકારો ડરી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આ બજાર કેટલી હદે તૂટી શકે છે. જો તમે પણ તે રોકાણકારોમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. બજાર ફરી ઉછળશે.