આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સે લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ ઓફર કરવા માટે આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે ભાગીદારી કરી
આદિત્ય બિરલા કેપિટલની લાઇફ ઇન્શ્યોરન્સ પેટાકંપની અને ભારતની અગ્રણી, વૈવિધ્યસભર ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્રોવાઇડર આદિત્ય બિરલા સન લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ("ABSLI") આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો ઉદ્દેશ વ્યાપક ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ પૂરા પાડવાનો અને ગ્રાહકોને ઉદ્યોગ-અગ્રણી પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ સાથે સેવાઓ પૂરી પાડવાના સમાન વિઝનને સાકાર કરવાનો છે.
મુંબઈ : આદિત્ય બિરલા કેપિટલની લાઇફ ઇન્શ્યોરન્સ પેટાકંપની અને ભારતની અગ્રણી, વૈવિધ્યસભર ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્રોવાઇડર આદિત્ય બિરલા સન લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ("ABSLI") આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો ઉદ્દેશ વ્યાપક ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ પૂરા પાડવાનો અને ગ્રાહકોને ઉદ્યોગ-અગ્રણી પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ સાથે સેવાઓ પૂરી પાડવાના સમાન વિઝનને સાકાર કરવાનો છે.
આ સહયોગ હેઠળ, આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના વ્યાપક ગ્રાહક આધારને વિવિધ લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ ઓફર કરવા માટે આઈડીએફસી ફર્સ્ટ બેંકના વ્યાપક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો લાભ લેશે. આ સહયોગનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ માટે અનુકૂળ એક્સેસ પ્રદાન કરવાનો અને તેમની નાણાંકીય સુરક્ષા જરૂરિયાતોને વ્યાપકપણે પૂરી કરવાનો છે.
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ પાસે શ્રેષ્ઠતમ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ છે જે નિવૃત્તિના આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બીજી આવકના સ્થિર સ્ત્રોતની ખાતરી કરે છે અને કરમુક્ત વળતર ઓફર કરે છે. કોર્પોરેટ સેક્ટર તેમજ ગ્રામીણ ભારતમાં ભારતીયોની અનોખી જરૂરિયાતો અને આકાંક્ષાઓને અનુરૂપ બનાવવા માટે આ ડિઝાઇન કરવામાં આવી છે.
આ સહયોગ, બેંકના નવા અને હાલના બંને પ્રકારના ગ્રાહકો માટે તેમના જીવનના તબક્કાઓને અનુરૂપ એબીએસએલઆઈની વિવિધ પ્રોડક્ટ ઓફરિંગને એક્સેસ કરવાની તકો આપે છે, જેમાં તાજેતરમાં રજૂ કરાયેલી સુરક્ષા અને સેલેરીડ ટર્મ પ્લાન, નિશ્ચિત આયુષ પ્લાન, એશ્યોર્ડ સેવિંગ્સ પ્લાન વગેરે જેવી સેવિંગ્સ ઓફરનો સમાવેશ થાય છે.
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી કમલેશ રાવે જણાવ્યું હતું કે, “અમે આ ભાગીદારી અંગે ઉત્સાહિત છીએ, કારણ કે તે ગ્રાહકોને વ્યાપક નાણાંકીય ઉકેલો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે. આ સહયોગ સુલભતા વધારવામાં તેમજ આઈડીએફસી ફર્સ્ટ બેંકના વ્યાપક વિતરણ નેટવર્ક દ્વારા સેવા આપતા ગ્રાહકોના વિશાળ વર્ગને નાણાંકીય સુરક્ષા અને આયોજન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં ઘણો આગળ વધશે.”
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.