આદિત્ય બિરલાએ ફેશન અને રિટેઈલના "સ્ટાઈલ અપ'' દ્વારા અમદાવાદમાં 4થો સ્ટોર લોન્ચ કર્યો
આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમીટેડ (ABFRL) ગૃહના યુવાઓ માટેના અંતિમ ખરીદી સ્થળ “Style UP”ના અમદાવાદમાં પાલડીમાં સ્થિત તેમના 4થા સ્ટોરના લોન્ચની ઘોષણા કરે છે.
અમદાવાદ : આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમીટેડ (ABFRL) ગૃહના યુવાઓ માટેના અંતિમ ખરીદી સ્થળ “Style UP”ના અમદાવાદમાં પાલડીમાં સ્થિત તેમના 4થા સ્ટોરના લોન્ચની ઘોષણા કરે છે.
ફેશન ફોરવર્ડ ખરીદીના સ્થળ તરીકે ઉભરી આવવાનો ઉદ્દેશ ધરાવતો આ સ્ટોર સુંદર મૂલ્ય સાથે અમર્યાદિત ફેશન પસંદગી ઇચ્છતા યુવાઓ માટેનો આ સ્ટોર 8400 ચો.ફૂટમાં ફેલાયેલો છે જે અસંખ્ય ટ્રેન્ડ સેટ્ટીંગ તૈયાર વસ્ત્રો, હેન્ડબેગ્સ, પગરખા અને જ્વેલરી પ્રદાન કરે છે.
આ પ્રસંગે સંબોધન કરતા પેન્ટાલૂન્સ, સ્ટાઇલ અપ અને મેરીગોલ્ડ લેનના સીઇઓ કુ. સંગીતા તનવાણીએ જણાવ્યું હતુ કે, “અમદાવાદમાં અમારા 4થા સ્ટોરને ખુલ્લો મુકતા અમે હવે ભારતભરમાં 32 જેટલા “Style Up”ના કુલ સ્ટોર્સ સંખ્યાનો ગર્વ અનુભવીએ છીએ , જે યુવાઓને વિશિષ્ટ રીતે સેવા પૂરી પાડે છે. અમારા વિન્ઝોલ અને નરોડા ખાતેના અન્ય સ્ટોર્સે પ્રારંભથી જ ભારે સફળતા જોઇ છે અને શહેરમાં અમારા 4થા સ્ટોર સાથે તે ગતિ જાળવી રાખવાની આશા રાખીએ છીએ.
“Style Up” ખાતે, અમે માનીએ છીએ કે જેન-Z અને જેન આલ્ફા ફેશનને હવે પછીના સ્તરે લઇ ગયા છે: તે અન્ય કોઇ પણ કરતા સ્ટાઇલને નિર્ધારિત કરે છે. ટ્રેન્ડ આધારિત ડિઝાઇન્સ, ધારદાર કિંમતો, અસમાંતરીત ગુણવત્તા અને વૈશ્વિક કક્ષાના અનુભવ તેમના માટે આ મુસાફરીનું ધોરણ ટકાવી રાખવામાં મદદ કરે છે.”
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.