આફ્રિદીએ મેદાનમાં કર્યું એવું કામ કે માંગવી પડી માફી, LIVE મેચમાં જોવા મળ્યું રુંવાટા ઉભા કરવા વાળું દ્રશ્ય
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ કંઈક એવું કર્યું જેને જોઈને દર્શકો વિશ્વાસ ન કરી શકે. તેના એક્શનના કારણે ઓસ્ટ્રેલિયન ખેલાડીને ગંભીર ઈજા થઈ શકે છે. આ ઘટના બાદ શાહીન આફ્રિદીએ તરત જ માફી માંગવી પડી હતી. જાણો મંગળવારે મેલબોર્ન ગ્રાઉન્ડ પર શું થયું?
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે કંઈક એવું થયું જેણે તમામ ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. વાસ્તવમાં, શાહીન આફ્રિદીએ મેલબોર્નના મેદાન પર એવો ગેરકાયદે બોલ ફેંક્યો હતો જેના કારણે ડાબા હાથના બેટ્સમેન ટ્રેવિસ હેડને ગંભીર ઈજા થઈ શકે છે. મેચની 60મી ઓવરમાં શાહીન આફ્રિદીએ એક ઝડપી બોલ માથા પર ફેંક્યો હતો. આ બોલ બીમર હતો અને હેડ આ બોલને બિલકુલ રમી શક્યો ન હતો. હેડે બચવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના ખભા પર વાગ્યો.
સારી વાત એ છે કે માથામાં ખરાબ રીતે ઈજા થઈ નથી પણ ઘણું દુખ્યું છે. આ બોલ ફેંક્યા બાદ શાહીન આફ્રિદીએ તરત જ માથું ટેકવી માફી માંગી હતી. તમને જણાવી દઈએ કે ટ્રેવિસ હેડને આ બોલ પર ગંભીર ઈજા થઈ શકે છે, જો કે એવું થયું નથી.
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે વરસાદના કારણે માત્ર 66 ઓવરની જ મેચ રમાઈ શકી હતી. ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 187 રન બનાવ્યા હતા. પાકિસ્તાને ઘણી વિકેટ ઝડપી ન હતી પરંતુ તેના બોલરોએ ઘણી સારી બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા માટે ખોટી વાત એ હતી કે તેના ટોચના 4 બેટ્સમેનોમાં તમામને સારી શરૂઆત મળી હતી પરંતુ કોઈ પણ તેને મોટા સ્કોરમાં ફેરવી શક્યું ન હતું.
ડેવિડ વોર્નર 38 રન બનાવીને આઉટ થયો હતો, ઉસ્માન ખ્વાજા 42 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેન 44 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્ટીવ સ્મિથ 26 રન બનાવીને ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. પાકિસ્તાન માટે મીર હમઝાએ 15 ઓવરમાં માત્ર 27 રન આપ્યા હતા. હસન અલીએ 14 ઓવરમાં માત્ર 28 રન જ આપ્યા હતા. હસન અલી, આમિર જમાલ અને આગા સલમાનને 1-1 સફળતા મળી. શાહીનને પણ વિકેટ મળી શકી હોત પરંતુ અબ્દુલ્લા શફીક તેના બોલ પર વોર્નરનો આસાન કેચ ચૂકી ગયો હતો.
MS Dhoni: ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એમએસ ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. શું આ વર્ષની લીગ પછી ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે? આવી ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા કેસમાં 20 માર્ચ સુધીમાં પોતાનો ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપ્યો છે. ધનશ્રીને ૪.૭૫ કરોડ રૂપિયાનું ભરણપોષણ મળવાના સમાચાર. નવીનતમ અપડેટ્સ, કારણો અને પૂર્ણ કોર્ટ સુનાવણીની વિગતો અહીં વાંચો.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.