નર્મદા જિલ્લામાં વન સેતુ ચેતના યાત્રાના આગમન બાદ રાજપીપલાના હરસિદ્ધી માતા મંદિરના પ્રાંગણમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી
રાજપીપલા: ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી ગુરૂવારના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો. આ યાત્રા બીજા દિવસે નર્મદા જિલ્લામાં આવી પહોંચતા નાંદોદ તાલુકાના ખૂંટાઆંબા ગામે જિલ્લાના અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો દ્વારા રથ અને પધારેલા મહાનુભાવોનું પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.
જિલ્લામાં યાત્રા પહોંચ્યા બાદ આગળ વધતાં રાજપીપલા શહેરમાં આવી પહોંચતા ત્યાં પણ ભવ્ય સ્વાગત નગરજનો દ્નારા કરવામાં આવ્યું હતું. આ યાત્રા હરસિદ્ધિ માતા મંદિરના પ્રાંગણમાં પહોંચતા યાત્રામાં જોડાયેલા સૌ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. ત્યારબાદ પ્રાંગણમાં જ કલાવૃંદ્ધ અ ભજનિકો દ્વારા ભજન સંધ્યા યોજાઈ હતી. જેમાં વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ વિભાગના રાજય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, ૧૪૮-નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રીશ્રી મોતિસીંહ વસાવા, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર અને શ્રી મિતેશભાઇ પટેલ સહિત જિલ્લાના અન્ય અગ્રણીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી