એજિલસ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું
કંપની ઇક્વિટી શેર (દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના)ના આઈપીઓ (“આઈપીઓ”) દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. કુલ ઓફરમાં શેરધારકો દ્વારા 1,42,33,964 સુધીના ઇક્વિટી શેરની વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
ડાયગ્નોસ્ટિક સર્વિસ પ્રોવાઈડર એજિલસ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે (“ધ કંપની”) બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.
કંપની ઇક્વિટી શેર (દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના)ના આઈપીઓ (“આઈપીઓ”) દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. કુલ ઓફરમાં શેરધારકો દ્વારા 1,42,33,964 સુધીના ઇક્વિટી શેરની વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. (“ઓફર”)
લેબોરેટરીઓની સંખ્યાની દ્રષ્ટિએ કંપની સૌથી મોટી ડાયગ્નોસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર છે અને 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે ભારતમાં કામગીરીમાંથી આવકની દ્રષ્ટિએ બીજા નંબરની સૌથી મોટી કંપની છે (સ્રોત: ક્રિસિલ રિપોર્ટ)
વેચાણકર્તા શેરધારકો દ્વારા વેચાણ માટેની ઓફરમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન દ્વારા 29,85,075 સુધીના ઇક્વિટી શેર, નાઇલિમ જેકબ બલ્લાસ ઈન્ડિયા ફંડ 3 એલએલસી દ્વારા 74,62,700 સુધીના ઇક્વિટી શેર્સ અને રિસર્જન્સ લિમિટેડ પીઈ ઈન્વેસ્ટ લિમિટેડ દ્વારા 37,86,189 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. (“વેચાણ માટે ઓફર”).
ઇક્વિટી શેર કે જે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે તે બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટ કરવાની યોજના છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
કંપની ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટિંગ સર્વિસીઝ (રૂટિન અને સ્પેશિયલાઈઝ્ડ ટેસ્ટ્સ), વેલનેસ અને પ્રિવેન્ટિવ કેર પેકેજીસ, હોસ્પિટલ લેબોરેટરી મેનેજમેન્ટ સર્વિસીઝ અને ક્લિનિકલ રિસર્ચ ટ્રાયલ ટેસ્ટિંગ સર્વિસીઝ પ્રદાન કરે છે. 31 માર્ચ, 2023 સુધીમાં, અમારી પાસે 413 લેબોરેટરીઝનું નેટવર્ક હતું જેમાંથી 43 લેબોરેટરીઝને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (“એનએબીએલ”) દ્વારા માન્યતા આપવામાં આવી હતી, જે 31 માર્ચ, 2023 સુધીમાં ક્રિસિલ રિપોર્ટ અનુસાર, ભારતમાં એનએબીએલ માન્યતા પ્રાપ્ત લેબોરેટરીઝનું સૌથી મોટું નેટવર્ક છે.
ડિમાન્ડ નોટિસમાં જણાવાયું છે કે માંગની નાણાકીય અસર GST (રૂ. 242.23 કરોડ), વ્યાજ (રૂ. 213.43 કરોડ) અને દંડ (રૂ. 24.22 કરોડ) જેટલી છે.
Gold Rate Today 27th February 2025 : આજે ગુરુવારે સોના અને ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો વાયદો 85,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહેલા રોહિત દ્વારા ભાડે લેવાયેલ આ એપાર્ટમેન્ટ લોઢા માર્ક્વિસ - ધ પાર્કમાં આવેલું છે, જે મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (લોઢા ગ્રુપ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ 7 એકરમાં ફેલાયેલો રેડી-ટુ-મૂવ હાઉસિંગ પ્રોજેક્ટ છે.