અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટણા સાપ્તાહિક એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડલ પર પ્રયાગરાજ સ્ટેશનના મુખ્ય ઉન્નતીકરણ કાર્ય માટે, પ્લેટફોર્મ નંબર 7 અને 8 બંધ રહેશે. પરિણામે, અમદાવાદ-દરભંગા અંત્યોદય સાપ્તાહિક એક્સપ્રેસ અને અમદાવાદ-પટણા સાપ્તાહિક એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા માર્ગ પર ચાલશે.
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડલ પર પ્રયાગરાજ સ્ટેશનના મુખ્ય ઉન્નતીકરણ કાર્ય માટે, પ્લેટફોર્મ નંબર 7 અને 8 બંધ રહેશે. પરિણામે, અમદાવાદ-દરભંગા અંત્યોદય સાપ્તાહિક એક્સપ્રેસ અને અમદાવાદ-પટણા સાપ્તાહિક એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા માર્ગ પર ચાલશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનોને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર 2 મિનિટનો અસ્થાયી વિરામ આપવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
1. 3 મે થી 7 જૂન 2024 સુધી અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ (6 ટ્રિપ) અમદાવાદથી તેના નિર્ધારિત માર્ગ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે માણિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી થઈને દોડશે.
2. 1 મે થી 5 જૂન 2024 સુધી દરભંગાથી ચાલનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ (6 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુરને બદલે વારાણસી-પ્રયાગરાજ છિવકી-માણિકપુર ડાયવર્ટ કરેલા માર્ગ દ્વારા દોડશે.
3. 28 એપ્રિલથી 9 જૂન 2024 સુધી અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ (7 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી- પંડિત દીનદયાળ ઉપાધ્યાય ને બદલે માણિકપુર-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય થઈને દોડશે.
4. 30 એપ્રિલથી 11 જૂન 2024 સુધી પટનાથી ચાલનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ (7 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ પંડિત દીનદયાળ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુરને બદલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માણિકપુર થઈને દોડશે.
મુસાફરો દોડવાના સમય, માર્ગ, સ્ટોપેજ અને ટ્રેનોની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.