અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ અને ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા માર્ગ પર ચાલશે
ઉત્તર મધ્ય રેલવે ઝાંસી મંડળ ના વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવાને કારણે અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશ્યલ અને ઓખા ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા માર્ગ પર ચાલશે.
ઉત્તર મધ્ય રેલવે ઝાંસી મંડળ ના વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવાને કારણે અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશ્યલ અને ઓખા ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા માર્ગ પર ચાલશે. જે આ પ્રમાણે છે.
1. 25 ઓગસ્ટ થી 22 સપ્ટેમ્બર 2023 સુધી અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ- દરભંગા સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન (કુલ 5 ટ્રીપ્સ) તેના નિર્ધારિત માર્ગ ગુના-બીના-વિરાંગના લક્ષ્મીબાઈ- કાનપુર સેન્ટ્રલ ને બદલે ડાયવર્ટ કરેલા માર્ગ વાયા ગુના-શિવપુરી-ગ્વાલિયર-ભીંડ ઈટાવા-કાનપુર સેન્ટ્રલ થઈને ચાલશે.
2. 21 ઓગસ્ટ થી 18 સપ્ટેમ્બર 2023 સુધી દરભંગા થી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન (કુલ 5 ટ્રીપ્સ) તેના નિર્ધારિત માર્ગ કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ-બીના- ગુનાને બદલે ડાયવર્ટ કરેલા માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-ઈટાવા-ભીંડ-ગ્વાલિયર-શિવપુરી-ગુના થઈને ચાલશે.
3. 20 ઓગસ્ટ થી 17 સપ્ટેમ્બર 2023 સુધી ઓખા થી ઉપડનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન (કુલ 5 ટ્રીપ્સ) તેના નિર્ધારિત માર્ગ ગુના-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-ગ્વાલિયર ને બદલે ડાયવર્ટ કરેલા માર્ગ વાયા ગુના-શિવપુરી-ગ્વાલિયર થઈને ચાલશે.
રેલ્વે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનોનું સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વડોદરાના મંડળ કંટ્રોલર શ્રી રાજીવ કુમાર સિંહને ડીઆરએમ શ્રી જીતેન્દ્ર સિંહ દ્વારા ફરજ પરની તેમની નોંધપાત્ર કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગત મહિને ટ્રેન નં. 12010માં અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસમાં, ઉપલા વર્ગમાં મુસાફરી કરતી એક પરિવાર ની મહિલા સભ્ય મુસાફરી દરમિયાન અચાનક બેહોશ થઈ ગઈ.ગભરાયેલા મુસાફરના પરિવારે તરત જ ટીટીઈ શ્રી સુબોધ મહાજન ને જાણ કરી, તેમને તુરંત કાર્યવાહી કરીને મુંબઈ સેન્ટ્રલ કંટ્રોલ દ્વારા વડોદરા મંડળ ના મુખ્ય નિયંત્રક શ્રી રાજીવ સિંહને જાણ કરી.શ્રી સિંહે તાત્કાલિક પગલાં લેતા,વાણિજ્ય નિયંત્રક શ્રી નરસી રામ જાટને જાણ કરી.શ્રી નરસી રામ જાટે નડિયાદ સ્ટેશન પ્રબંધક શ્રી રાકેશ મિત્તલને બીમાર મહિલાને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા સૂચના આપી હતી.નડિયાદ સ્ટેશન પર ટ્રેન ના આગમન પર, શ્રી મિત્તલ તરત જ મહિલા ને પૂર્વ-તૈયાર એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન મહિલા ની બેહોશી દૂર થઇ હતી. અને તેણે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.
ઉપરોક્ત રેલ કર્મચારીઓ ની ત્વરિત કાર્યવાહી અને સન્માનજનક પહેલને કારણે મુસાફર પરિવારમાં ખુશી ફરી વળી હતી.અને તેમણે રેલવેનો હૃદયથી આભાર માન્યો હતો.શ્રી રાજીવ કુમાર સિંહને તેમના કામ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા સાથે કરેલા અસાધારણ કાર્ય બદલ વડોદરા ના મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહ દ્વારા સેફ્ટી મેડલ અને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી