અમદાવાદ જિલ્લા એન.એસ.યુ.આઈ.નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી
ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે તેના અંતર્ગત આજરોજ અમદાવાદ જિલ્લા એન.એસ.યુ.આઈ. ની સદસ્યતા અભિયાનનું શુભારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે તેના અંતર્ગત આજરોજ અમદાવાદ જિલ્લા એન.એસ.યુ.આઈ. ની સદસ્યતા અભિયાનનું શુભારંભ કરવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે જેમાં એક લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓને એન.એસ.યુ.આઈ. સાથે જોડવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસે ડીગ્રી છે પરંતુ નોકરી નથી, ખાનગી યુનિવર્સિટીઓ બેફામ ફી ઉઘરાવે છે, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ મળતી નથી તેની સામે એન.એસ.યુ.આઈ. સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનમાં જોડીને આગામી સમયમાં તેમના હક્ક માટે અવાજ ઉઠાવશે.
વધુમાં ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, એન.એસ.યુ.આઈ.નું આ સદસ્યતા અભિયાન ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી ચાલશે અને સમગ્ર ગુજરાતમાં એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારો કોલેજ કેમ્પસ અને યુનિવર્સિટીઓમાં સદસ્યતા અભિયાન કરી વિદ્યાર્થીઓને પોતાના પ્રતિનિધિઓ સાથે જોડશે. હાલના સમયમાં વિદ્યાર્થીઓની દિન પ્રતિદિન સમસ્યાઓ વધી રહી છે. મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ ઉપર ડ્રગ્સના અનેક મામલાઓ સામે આવી રહ્યાં છે અને તે કોલેજ-યુનિવર્સિટીના કેમ્પસ સુધી પહોંચ્યા છે અને તેના લીધે વિદ્યાર્થીઓનું તેમના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે તેનો પણ અવાજ ઉઠાવવામાં આવશે.
આ સદસ્યતા અભિયાન અમદાવાદ જિલ્લામાં શરૂઆત કરવા પ્રસંગે અમદાવાદ શહેર એન.એસ.યુ.આઈ. પ્રમુખ તિલકરામ તિવારી, ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. પ્રવક્તા હર્ષ ચૌહાણ અને અંકિત વાઘેલા, પ્રદેશ મહામંત્રી રાહુલ ગમારા, પ્રદેશ મંત્રી જયસિંહ ઠાકોર, વેદાંત તોમર, સોશ્યલ મીડીયા ચેરમેન આશીષ કાતરીયા, ગુજરાત યુનિવર્સિટી પ્રમુખ ચિરાગ દરજી સહિતના એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો.
કોંગ્રેસ બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી રાજીનામું અને માફીની માંગ કરી રહી છે.
મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ પોતે આતંકવાદીઓની પાર્ટી છે. તેઓ લિંચિંગ કરે છે, લોકો પર હુમલો કરે છે, અનુસૂચિત જાતિના સભ્યોના મોઢામાં પેશાબ આદિવાસી લોકો પર બળાત્કાર કરે છે.