અમદાવાદ ડિવિઝનમાં 02 ઓક્ટોબરને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર સુધીરકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ અને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના સભ્યો દ્વારા અમદાવાદ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી સુધીરકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ અને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના સભ્યો દ્વારા અમદાવાદ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં સૌએ પૂરા ઉત્સાહથી સહકાર આપ્યો હતો. આ દરમિયાન ડિવિઝનલ રેલ્વે મેનેજરે અમદાવાદ સ્ટેશન પાર્કિંગ સાઇડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપી હતી આ દરમિયાન રેલ્વે કર્મચારીઓ દ્વારા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેકને કચરાના યોગ્ય નિકાલ અંગે શીખ આપવામાં આવી હતી. અને સ્વચ્છતા વિશે સમજાવવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદ ડિવિઝનના તમામ સ્ટેશનો, એકમો, કારખાનાઓ, રેલ્વે હોસ્પિટલ અને આરોગ્ય એકમો વગેરે પર શ્રમદાન કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
અમદાવાદ વિભાગ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા પખવાડા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 'સ્વચ્છતામાં ભગવાનનો વાસ છે'ના ખ્યાલને સાકાર કરવા માટે છેલ્લા 10 વર્ષથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રેલ્વે પરિસરમાં સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવે છે. જેની શરૂઆત સ્વચ્છતા શપથથી થઈ હતી જેમાં રેલવે અધિકારીઓ અને સ્ટેશન મેનેજરોએ ડિવિઝનના તમામ મુખ્ય સ્ટેશનો પર કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ સ્વચ્છતા પખવાડા દરમિયાન દરેક દિવસને અલગ-અલગ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને તે દિવસે તેને લગતા વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા પખવાડા દરમિયાન 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી દરરોજ અલગ-અલગ થીમના આધારે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવશે. સ્વચ્છતા પખવાડા દરમિયાન રેલવે કર્મચારીઓ અને મુસાફરોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સ્વચ્છતા સંબંધિત વિષયો પણ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વીડિયો ક્લિપ, પોસ્ટર અને અન્ય માધ્યમો દ્વારા સામાન્ય લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવશે.
આ પખવાડિયા દરમિયાન રેલ્વે પરિસરની મુલાકાત લેવા અને રેલ્વે સુવિધાઓનો લાભ લેવા માટે આદરણીય મુસાફરોનો સંપૂર્ણ સહકાર અપેક્ષિત છે અને આ અભિયાનમાં દરેકની ભાગીદારી સુનિશ્ચિત કરીને સ્વચ્છતાને ઉચ્ચ સ્તરે લઈ જવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.